Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મુંદ્રા-૪, ઉપલેટા-જાફરાબાદ-દ્વારકામાં ૩ ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરીથી સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા : સવારે જામનગરના લાલપુરમાં ઝાપટા : સર્વત્ર મિશ્ર હવામાન

રાજકોટ તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં શુક્રવારથી મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે અને કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ પડી રહ્યો છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ કચ્છના મુંદ્રામાં ૪ ઇંચ પડયો હતો. આ ઉપરાંત જામરાવલ, ઉપલેટા, જાફરાબાદ, દ્વારકા સહિતના શહેરોમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ફરીથી સાર્વત્રિક વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે અને પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતો કરી રહ્યા છે.

આજે સવારથી ધુપ - છાંવનો માહોલ યથાવત છે. જામનગરના લાલપુરમાં આજે સવારે ઝાપટારૂપે વરસાદ પડયો હતો.

જોડીયા

(રમેશ ટાંક દ્વારા) જોડીયા :.. રવિવારની સમી સાંજે મેઘરાજાએ જોડીયા વિસ્તારમાં મન મુકીને હેત વરસાવતા જોડીયા પાણી - પાણી થયુ શેરી અને જાહેર માર્ગો પર નદીનું સ્વરૂપ જોવા મળેલ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના  દ્રશ્યો સામે આવ્યા, આયુર્વેદ હોસ્પીટલના પરિસરમાં પાણીના ભરાવો જયારે બસ સ્ટેન્ડથી ચાર ચોક સુધી જાહેર માર્ગોના ખાડાઓ જાણે વરસાદી પાણીના સંગ્રહ માટે બન્યા હોય. તેવુ લોકોએ અનુભવ કરેલ. મગફળીના ઉભા પાકના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાયમાલના દિવસો આવી ગયા છે.

જામજોધપુર

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર : જામજોધપુર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાલ સાંજના ૪ થી ૬ સુધીમાં ૩ર મી. મી. જેટલો વરસાદ નોંધાયો છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના મુન્દ્રામાં કાલે મોડી સાંજે અચાનક ખાબકેલા વરસાદથી જનજીવન ખોરવાયું હતું. ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો. લોકલ સિસ્ટમ સક્રિય થયા બાદ રવિવારે જિલ્લામાં સવારથી જ ઉકળાટ ભર્યુ વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ ૪ વાગ્યાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને મેઘરાજા મહેરબાન થયા હતા.

રાવલ

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) રાવલ : રાવલમાં બપોરના સમયે અચાનક ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડયો હતો. બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી જતા બજારોમાં પણ પાણી ભરાયા હતા. વર્તુ ડેમના ચાર દરવાજા એક ફૂટ ખોલવામાં આવતાં નદીમાં પાણી ભરાતાં હવે વધુ પાણી છોડવામાં આવે તો ફરી પુરની સ્થિતિ સર્જાય તેવી પરિસ્થિતિ છે.

ભાણવડ

(ડી.કે. પરમાર દ્વારા) ભાણવડ : ભાણવડ તાલુકાનાં રેંટા કાલાવડ ગામે ૧ કલાકમાં ગાજવીજ સાથે ૩ ઇંચ વરસાદ રેંટા કાલાવડ ગામે અરજણભાઇ કારાવદરાના મકાન પર વિજળી પડતા કેટલાક વિજ ઉપકરણો બી ગયા અને મોડપર ગામમાં મોબાઇલનાં ટાવર પર વિજળી પડતાં ઇલકેટ્રોનિક ટીસી તેમજ જનરેટર બળી ગયા. મોટી જાનહાનિ ટળી હતી. આ સાથે ભાણવડમાં કુલ ર૩પ૮ મી.મી. (૯પ ઇંચ) જેંટલો વરસાદ નોંધાયો. ફરી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતાની ભીતી જોવા મળી પાકને ભારે નુકશાન થયું.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

અબડાસા

મીમી

મુંદ્રા

૯૩

''

માંડવી

૨૬

''

રાજકોટ

ઉપલેટા

૭૩

મીમી

કોટડાસાંગાણી

૧૩

''

ગોંડલ

૨૯

''

જેતપુર

૫૪

''

જસદણ

''

જામકંડોરણા

૬૫

''

ધોરાજી

૮૪

''

પડધરી

''

રાજકોટ

''

લોધીકા

૪૩

''

અમરેલી

અમરેલી

મીમી

ખાંભા

૨૪

''

જાફરાબાદ

૭૬

''

ધારી

''

બગસરા

૩૬

''

બાબરા

૨૪

''

લીલીયા

''

વડિયા

૧૨

''

સાવર

૧૦

''

જૂનાગઢ

કેશોદ

૧૬

મીમી

જૂનાગઢ

૬૦

''

ભેંસાણ

૬૦

''

મેંદરડા

૨૪

''

માંગરોળ

''

માણાવદર

૭૨

''

માળીયા હાટીના

''

વંથલી

૬૬

''

વિસાવદર

૬૬

''

દેવભૂમિ દ્વારકા

ખંભાળીયા

૫૧

મી.મી.

ભાણવડ

૩૯

,,

કલ્યાણપુર

૬૮

,,

દ્વારકા

૭૦

,,

પોરબંદર

પોરબંદર

૩૩

મી.મી.

રાણાવાવ

૩૫

,,

કુતિયાણા

૬૯

,,

જામનગર

જામનગર

૩૫

મી.મી.

કલાવડ

૧૯

,,

ધ્રોલ

૧૩

,,

જોડિયા

૩૦

,,

લાલપુર

૬૧

,,

જામજોધપુર

૫૩

,,

ભાવનગર

ઉમરાળા

મી.મી.

ગારીયાધાર

,,

ઘોઘા

,,

ભાવનગર

,,

મહુવા

,,

મોરબી

મોરબી

મી.મી.

(11:28 am IST)