Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

જૂનાગઢમાં પુત્રને ફસાવવા પિતાએ હનીટ્રેપનો કારસો રચ્યો :ખુલાસો

એક મહિલા સહિત 13 લોકો ઝડપાયા :મિલ્કતના પ્રશ્ને સગા બાપે ખોટા કેસ કર્યા

જૂનાગઢમાં  પિતાએ પોતાના પુત્રને ફસાવવા હની ટ્રેપનો કારસો રચ્યાનો ખુલાસો થયો છે. અલગ રહેતા પત્ની અને પુત્રને ફસાવવા પિતાએ કાવતરું રચ્યુ હતુ. સગા પિતાએ એક યુવતીની મદદથી પુત્ર ઉપર ખોટો બળાત્કારનો કેસ કરાવવા તરકટ રચ્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે એક મહિલા સહિત 13 જણાને ઝડપ્યા છે. મિલકતના પ્રશ્નને લઇને સગા બાપે પુત્ર સામે ખોટો કેસ કર્યો હતો. બાદમાં ખોટા કેસમાં મિલકત મુદ્દે સમાધાન કરાવવાનું ખુલ્યું હતુ.

(1:18 pm IST)
  • દ્વારકા:મીઠાપુરના દરિયાઇ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી:ગાયોના મારણ કરાયાનું પણ સામે આવ્યું:દીપડાના પગના નિશાનો પણ દેખાયા:ટાટા કેમિકલ્સ દ્વારા નોટિસ પણ લાગડાઈ access_time 11:49 pm IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • મોંઘવારીમાં રાહત? ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારીનો દર ૪.પ૩ ટકા : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પણ ઓગસ્ટ મહિનામાં મોંઘવારીનો દર ઘટયોઃ જૂલાઇમાં દર પ.૦૯ ટકા હતો જે ઓગસ્ટમાં ઘટીને ૪.પ૩ ટકા રહયો છે. access_time 3:37 pm IST