Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ભાવનગરમાં ગાંજાના જથ્થા સાથે રામજી પરમારની ધરપકડ

 ભાવનગર તા. ૧૪ :.. ભાવનગરમાંથી પોલીસે ર૬ હજારની કિંમતનાં ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે.

મળતી વિગતો મુજબ ભાવનગર ડી. ડીવીઝન પોલીસમાં એલઓજીની ટીમે પૂર્વ બાતમીને આધારે શહેરનાં બોરતળાવ મફતનગર નજીક રહેતાં રામજી ઉર્ફે રામદાસ જેસીંગભાઇ પરમારને ત્યાં દરોડો પાડી સુકો ગાંજો ર૯૦ ગ્રામ તથા પ કિલો ૬૦૦ ગ્રામ લીલો ગાંજો મળી કુલ રૂ. ર૬પ૦૦ ની કિંમતના ગાંજાનો જથ્થો કબ્જે કરી રામજીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ  ધરી હતી.

સ્ટુડીયોમાંથી પપ હજારની ચોરી

આખલોલ જકાત નાકા પાસે આવેલ ભૂમિ કોમ્પલેક્ષમાં આવેલા ધર્મેન્દ્ર ઓમપરી ગોસ્વામીની માલીકીનાં સ્ટૂડીયોમાં રાત્રીનાં સમયે ત્રાટકી તસ્કરોએ શટરનાં તાળા તોડી અંદર પ્રવેશી બે કેમેરા અને પ હજાર રોકડા મળી કુલ રૂ. પપ હજાર ની મતાની ચોરી કરી નાસી છૂટયા હતાં. આ અંગે ડી. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. (પ-૧પ)

(12:13 pm IST)