Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

મોરબી: વેપારી પાસે બિશ્નોઇ ગેંગના નામે ખંડણી માંગનાર એક બિહારી શખ્સ ઝડપાયો, અન્ય 3ને પકડવા તજવીજ.

મોરબી :પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલી બિશ્નોઇ ગેંગના નામથી મોરબીના એક વેપારીને રૂ.25 લાખની ખંડણી માટેનો કોલ આવ્યો હતો. જેને પગલે વેપારીએ  મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદને આધારે પોલીસે એક આરોપીની રોકડા રૂ.40 હજાર સાથે ધરપકડ કરી હતી જયારે આ ગુનામાં સામેલ અન્ય 3 આરોપીને ઝડપવા માટે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
શું હતો બનાવ
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર નાની વાવડીરોડ ઉપર આવેલ રાધાપાર્ક સોસાયટીમાં રહેતા અને જેતપર રોડ સ્કાય ટચ સીરામીક નામનું કારખાનું ધરાવતા સિરામિક ઉદ્યોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરાને આજથી 4 દિવસ પહેલા મોબાઇલ નંબર +1(425)606-4366 માંથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપીને રૂ.25 લાખની ખંડણી  માંગી હતી. એટલું જ નહીં વ્હોટ્સએપમાં ઓડીયો, વિડીયો મેસેજ મોકલાવીને SBI બેન્કના એકાઉન્ટ નંબર 20421021127, IFSC-SBI0000190 તથા PAYTM . CHANDAN KUMAR 7766946803 મોકલીને બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા ફોન પે નંબર આપીને જો રૂપિયા નહીં મળે તો પરિવારજનોને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  જેને પગલે અનિલભાઈએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બિહારથી આરોપીની ધરપકડ કરી
જેથી પોલીસે આ વ્હોટ્સએપ નંબર +1(425) 606-4366 તથા એસ.બી.આઇ. બેંક એકાઉન્ટ નંબર 20421021127 ધારક બાબતે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું હતું કે,આ ખંડણીનો કોલ કરનાર મૂળ બિહારના જેકટીયા ગામનો વતની અને હાલ નારોલ અલહબીબ એસ્ટેટ અમદાવાદમાં રહેતો આરોપી અમરૂમુલ્લા મોમતાઝ મુસ્લિમ છે, જેથી પોલીસન એક ટીમ બિહાર રવાના થઈ હતી. અને ત્યાંથી  રોકડા 40 રૂપિયા તેમજ મોબાઈલ સાથે આરોપી અમરૂમુલ્લા મોમતાઝ  મુસ્લિમની ધરપકડ કરી હતી.
આ હતી આરોપીની મોડ્સ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમરૂમુલ્લા મોમતાઝ  મુસ્લિમ વિરુદ્ધ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મજોલીયા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી કલમો હેઠળ કુલ 46 ગુનાઓ દાખલ છે.  આ ઉપરાંત તેની એકે ગેંગ પણ કાર્યરત છે. જેમાં તેની  સાથે જોડાયેલા અન્ય 3 આરોપીઓ અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી, મિરાજ સોયબંસારી અન્સારી, અનુસુકુમાર મેનેજર પટેલના નામ પણ ખુલ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ આરોપીઓ સોશિયલ મીડિયા અને ગૂગલ પ્લેટફોર્મ ઉપરથી નંબર સહિતની માહિતી મેળવીને તેઓનો સંપર્ક કરતાં હતા અને લોટરી લાગી છે, લકી ડ્રોમાં નામ નીકળ્યું છે, બાઈક જીતવા, કોન બનેગા કરોડપતિમાં ભાગ લેવા સહિત અન્ય બાબતોની લોભામણી સ્કીમ આપવામાં આવતી હતી તેમજ ઘણાને ડરાવી, ધમકાવી કે લાલચમાં લઈને તેઓની પાસેથી પૈસા પડાવતા હતા. જેને પગલે અન્ય ત્રણ આરોપીઓને હસ્તગત કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પોલીસકર્મીઓએ કેસ ઉકેલ્યો
આ કામગીરીમાં એમ.આર,ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર, એન.બી.ડાભી પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. તથા PSI શ્રી,એન.એચ.ચુડાસમા,પી.જી.પનારા,શ્રી,એ.ડી.જાડેજા તેમજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા AHTU સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા

(11:25 pm IST)