Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ચોટીલામાં હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક ભંગની ધાર પર રામજી મંદિરનું ખાતમુહૂર્ત

એકજ સ્થળે દરગાહ અને મંદિર આવેલા છે

ચોટીલા ,તા.૧૪:નેશનલ હાઇવે ટચ આણંદપુર રોડ નજીક આવેલ ભંગની ધાર ખાતે આવેલ આશ્રમ ખાતે આગામી દિવસોમાં રામજી મંદિર આકાર લેશે જેનું ખાત મુર્હૂત રાજવી પરિવારના હસ્તે શાસ્ત્રોકત વિધિ થી કરવામાં આવેલ છે. પવિત્ર શ્રાવણ માસનાં સોમવારનાં રોજ શ્રી હરિ માધવ આશ્રમ ભંગની ધાર ખાતે ભવ્ય રામજી મંદિરનું ખાતઙ્ગ મુહૂર્ત ચોટીલાનાં રાજવી પરિવાર ગોદડબાપુ ખાચર પરિવારનાં જયવીર ભાઈઙ્ગ શાંતુભાઇ ખાચર તથા જયદીપભાઇઙ્ગ જોરુભાઈ ખાચર ના હસ્તે વિધીવિધાન સાથે શાસ્ત્રોકત રીતે ખાત મુહૂર્ત કરવામાં આવેલ આ પ્રસંગે દરેક જ્ઞાતિના સેવકો તથા વેપારી ભાઈઓ હાજર રહેલ હતા

આ ધાર્મિક સ્થળ હિન્દુ મુસ્લિમ એકતાનાં પ્રતિક સમાન છે કેમ કે એક જ સ્થળ ઉપર દરગાહ ની સાથે હિન્દુ દેવી દેવતાઓનાં મંદિરો આવેલ છે આ સ્થળે રામજી મંદિર નહી હોવા થઈ આશ્રમનાં તમામ સેવકોએ આ મંદિર બનાવવાનો નિર્ધાર કરેલ જેનું સોમવારનાં શુભ દિને શુભ મુર્હતમાં ખાતમુહૂર્ત સાથે કામગીરીનો શુભારંભ કરવામાં આવતા તમામ ધર્મપ્રેમી લોકોમાં આનંદની લાગણી છવાયેલા છ

(1:23 pm IST)