Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

કચ્છમાં પાંચથી ૬ શખ્સોની ગેંગે છરી વડે ૨ સિકયુરીટી ગાર્ડને વેતરી નાંખ્યા હોવાનું ખુલ્યું

ભુજ,તા.૧૪: કચ્છમાં ચોરીના બે બનાવો દરમ્યાન તસ્કરો દ્વારા ડબલ મર્ડરની દ્યટનાએ ચકચાર સર્જી છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસને પડકાર ફેંકતા આ બેવડી હત્યાનો બનાવ અંજારમાં બન્યો છે. અંજાર વરસાણા રોડ ઉપર આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં ગત રાત્રે ચોરીના ઇરાદે ત્રાટકેલા તસ્કરોએ તેમને પડકારનાર કંપનીના સિકયુરિટી ગાર્ડ રામભાઈ કરસનની છરી વડે કરપીણ હત્યા કરી નાખી હતી. જોકે, કચ્છ કેમિકલ કંપનીમાંથી કોઈ ચીજવસ્તુની ચોરી થઈ નથી. આ અંગે સિકયુરિટી કંપનીના દુઃખહરણ યાદવે પોલીસ ફરિયાદ લખાવી છે. ચોરી સમયે તસ્કરો દ્વારા હત્યાનો બીજો બનાવ અંજાર જીઆઈડીસી પાસે આવેલી ગોલ્ડન સેન્ડ સોસાયટીમાં બંગલા નંબર ૮૦ માં ત્રાટકેલા તસ્કરોએ તેમને અટકાવનાર સિકયુરિટી ગાર્ડ ખોડાભાઈ લાખા રબારીની છરી વડે દ્યાતકી હત્યા કરી નાખી હતી. અહીં આ બંગલો નવો બની રહ્યો હોય તસ્કરો નળ પાઇપ જેવો સેનેટરીવેરનો ૧૦ હજારનો સામાન ચોરી ગયા હતા. આ અંગે પુષ્કર બાબુભાઇ પટેલે પોલીસ ફરિયાદ કરી છે. ચોરીના અને હત્યાના આ બન્ને બનાવો રાત્રે ૧૦ થી ૧૧/૩૦ વચ્ચે બન્યાઙ્ગ હતા. અંદાજીત પાંચ થી છ શખ્સોની ગેંગે આ કૃત્ય આચર્યું હોવાની શંકા પોલીસને છે. ગુનેગારોના સગડ મેળવવા અંજાર પોલીસે દોડધામ શરૂ કરી દીધી છે.

(1:17 pm IST)
  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST