Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

જોડીયામાં જડેશ્વર મંદિરની સ્થાપના દિવસની ઉજવણી

 જોડીયા : શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિના પૂર્વની દ્વારા શ્રાવણ સુદ૧૦ના રોજ ૧૮૯૩માં જ્ઞાતિની વાડીમાં શ્રી જડેશ્વર મહાદેવના મંદિરમાં મહાદેવની સ્થાપના કરાઇ હતી. તાજેતરમાં ૧ર૬ વર્ષ સ્થાપનાના ભાગરૂપે જ્ઞાતિના યુવાજનોના હસ્તે બ્રહ્મદેવ ઉદયભાઇ શાસ્ત્રીએ શાસ્ત્રોકત વિધી દ્વારા જડેશ્વર મહાદેવ દાદાની રૂદ્રાભિષેક કરાવેલ તે ઉપરાંત આરતી અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ પ્રમુખ પરેશ ટી. ગોહિલના નેતૃત્વમાં હરેશ ગોહિલ, રમેશ એચ. ટાંક, ઉમેશ બી. ટાંક, હર્ષ આર. ટાંક, દિનેશ કાચા, ભરત કાચા જ્ઞાતિના અગ્રણી રમેશ એમ. ટાંક, દિપક એચ. ટાંક વગેરે જહેમત ઉઠાવી હતી. સ્થાપના દિન ઉજવણીની તસ્વીર (તસ્વીર : રમેશ એચ. ટાંક-જોડીયા)

(10:00 am IST)
  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST