Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

ટંકારાના ખાખરા ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

ટંકારા તાલુકાના ખાખરા ગામે રહેણાંક મકાનમાં દરોડો કરીને પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૫ બોટલ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કર્યો છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાખરા ગામે રહેતા પ્રફુલ ચના અઘારીયાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે દરોડો કર્યો હતો જેમાં ઘરમાંથી દારૂની ૦૫ બોટલ કીમત રૂ ૧૦૦૦ લી આવતા દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી પ્રફુલ અઘારીયા હજાર નહિ મળી આવતા આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(12:37 am IST)