Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કચ્છના ઢોરો ગામે મદરેસામાં ભણાવતાં મૌલાના સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

મદરેસામાં ભણવા આવતી સગીરા ઉપર મૌલાનાએ ચારેક વખત આચર્યું હતું દુષ્કર્મ, લગ્ન બાદ પતિની હિંમતના કારણે યુવતીએ નોંધાવી ફરિયાદ

 

ભુજ : કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરો ગામે મદરેસામાં ધાર્મિક શિક્ષણ ભણાવતાં મૌલાના સમસુદીન હાજી સુલેમાન જત સામે દુષ્કર્મની ફરિયાદે ચકચાર સર્જી છે. ૧૯ વર્ષીય ફરિયાદી યુવતીએ પોતાના પતિને અંગે વાકેફ કર્યા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. નખત્રાણાના ઢોરો ગામે સગીરા અને અન્ય બાળકો ધાર્મિક શિક્ષણ શીખવા જતા હતા. તે દરમ્યાન ફરિયાદીના જણાવ્યા અનુસાર ધાર્મિક શિક્ષણ આપતાં મૌલાનાએ વર્ષ ૨૦૧૫ માં કપડાં ધોઈ દેવાને બહાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ડરી ગયેલી સગીરાને બીક બતાવીને મૌલાના સમસુદીને તેને છેલ્લા ચારેક વર્ષ દરમ્યાન ચારેક વખત દુષ્કર્મનો શિકાર બનાવી હતી

 . તાજેતરમાં લગ્ન કરનાર ૧૯ વર્ષીય યુવતીએ પોતાના પતિને સમગ્ર હકીકત કહેતાં પતિએ તેણીને હિંમત આપી પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે નરા ગામના પોલીસ સ્ટેશન મધ્યે બાજુમાં આવેલ વજીરાવાંઢ ગામના રહેવાસી એવા મૌલાના સમસુદીન હાજી સુલેમાન જત વિરૂદ્ધ પોકસો હેઠળ ફરીયાદ નોંધી છે. હાલે ૧૯ વર્ષીય પરિણીત યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે મૌલાના સમસુદીન જતે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોઈ પોકસો ધારા હેઠળ પોલીસે ફરિયાદ નોંધી છે.

(11:13 pm IST)