Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ધોરાજીમાં કોરોનાનો કાળો કહેર યથાવત : વધુ ચાર કેસ પોઝીટીવ : કુલ કેસનો આંકડો 89 થયો : લોકોમાં ફફડાટ

સરદાર ચોકના મહિલા,જમનાવાડ રોડ ન્યુ મારુતિનગરના યુવાન,સરદાર ચોકના પુરુષ અને વિજયનગર બહારપુરાના આધેડને કોરોના

ધોરાજીમાં વધુ 4 કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં  45 વર્ષના મહિલાને સરદારચોક વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યો છે,તેમજ 34 વર્ષના યુવાન, 47 વર્ષના સરદાર ચોક વિસ્તારમાં રહેતા પુરુષ, અને  વિજયનગર બહારપુરા વિસ્તારમાં રહેતા 52 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો છે
એક જ દિવસમાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ધોરાજીમાં ફફડાટ છવાયો છે
સૌરાષ્ટ્રમાં તાલુકા લેવલે સૌથી વધુ ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 89 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાંથી માં થી 5 લોકો મોત ને ભેટ્યા છે

(8:52 pm IST)