Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મોરબીમાં બે ડોકટરો પણ કોરોનાની ઝપટે

વધુ ૧૦ દર્દી સંક્રમિતઃ કુલ આંક ૧૨૯: ૬ દર્દી સ્વસ્થ થયા

મોરબી,તા.૧૪ : મોરબી જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેમાં રવિવારે રેકર્ડબ્રેક ૧૯ કેસો નોંધાયા બાદ સોમવારે પણ કોરોના કહેર ચાલુ છે જેમાં બે ડોકટર સહીત વધુ ૧૦ દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે તો જીલ્લામાં વધુ છ દર્દીઓ સ્વસ્થ થયા છે

મોરબી જીલ્લામાં વધુ ૧૦ કેસો નોંધાયા છે જેમાં બાયપાસ સિલ્વર પાર્ક સોસાયટીના ૬૫ વર્ષના વૃદ્ઘા, કન્યા છાત્રાલય રોડ પવનસુત, પુનીતનગરના ૬૮ વર્ષના પુરુષ, પારેખ શેરીના રહેવાસી ૮૦ વર્ષના વૃદ્ઘાએ ત્રણ દર્દીના તા. ૧૧ ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તે ઉપરાંત સાવસર પ્લોટના ૮૩ વર્ષના ડોકટર, શનાળા રોડ વિઠ્ઠલનગરમાં રહેતા ૨૮ વર્ષના મહિલા ડોકટર, રવાપર રોડ ઋત્વિક હાઈટ્સ સાનિધ્ય પાર્ક સોસાયટીના ૩૨ વર્ષના પુરુષ, જેતપર મચ્છુ સોનીવાડી શેરીના ૩૬ વર્ષના પુરુષ, મોરબીના નાની બજારના રહેવાસી ૨૦ વર્ષના મહિલા, માધાપરના રહેવાસી ૩૫ વર્ષના મહિલા અને નાની બજારના રહેવાસી ૫૫ વર્ષના પુરૂષનો એમ કુલ ૧૦ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે

 તે ઉપરાંત મોરબી જીલ્લાના વધુ છ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે અને સ્વસ્થ થતા મોરબીની હોસ્પિટલમાંથી છ દર્દીઓને રજા આપવામાં આવી છે મોરબી જીલ્લાના આજના ૧૦ કેસો સાથે કુલ કેસની સંખ્યા ૧૨૯ પર પહોંચી છે તો ૪૪ દર્દીઓ સાજા થતા હાલ ૭૮ એકટીવ કેસ જોવા મળે છે જયારે કુલ ૭ દર્દીના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.

(3:58 pm IST)