Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ફરેણી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતને પણ કોરોનાઃ ધોરાજીમાં બપોરનાં ૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન

ધોરાજી,તા.૧૪: ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને પણ કોરોનો પોઝિટીવઙ્ગ આવતા દોડધામ મચી ગઇ છે આ ઉપરાંત ધોરાજીમાંઙ્ગવધુ ૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે.

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક ૬૫ વર્ષ નાઙ્ગ વૃદ્ઘઙ્ગ નોઙ્ગ કોરોના પોઝીટીવ આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં તાલુકા લેવલે સૌથી વધુ ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૮૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં થી ૫ લોકો મોત ને ભેટ્યા છે.

ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને પણ કોરોનો પોઝિટીવઙ્ગ આવ્યો છે. તેઓને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વેપાર ઉદ્યોગ મહામંડળ ની બેઠકમાં ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ધોરાજીના મામલતદારઙ્ગ કિશોર જોલાપરા ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી વિગેરે અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ જણાવેલ કે ધોરાજીના તમામ વેપારીઓએ આઠ દિવસ સુધી જે પ્રકારે ધોરાજીમાં સહકાર આપ્યો તેમનાથી કોરોના સંક્રમણ ઓછું થયું છે એવું જ સહકાર વધુ આઠ દિવસ માટે આપવામાં આવે તો સારું કહેવાય

આ સમયે ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા એ જણાવેલ કે ધોરાજીમાં કોરોનાનો સંક્રમણ વધે નહીં તે માટે તમામ વેપારીઓ પણ અડધો દિવસ પોતાના ધંધા-રોજગાર બંધ રાખવા માટે સહમત છે પરંતુ જે પ્રકારે કોરોના બાબતના મેડિકલ વિભાગ દ્વારા સેટિંગ થઇ રહ્યા છે તે ચોક્કસ બાતમીને આધારે ઓછા લેવાતા હોય તેવુ મને લાગે છે જેથી નિયમ પ્રમાણે સેમ્પલ લેવામાં આવે તો ધોરાજીમાં ખરા અર્થમાં કોરોના મુકત ધોરાજી આપણે બનાવી શકીશું અને અમો સંપૂર્ણપણે ધોરાજી અડધો દિવસ બંધ રાખવા બાબતે સહમત થયા છે એટલે કે મંગળવારથી મંગળવાર તારીખ ૨૧ સુધી સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી તમામ ધંધા-રોજગાર ખુલ્લા રહેશે અને બપોરે ૨ વાગ્યા બાદ સંપૂર્ણ પડે ધોરાજી બંધ રહેશે એટલે કે શ્રંણૂત્ત્ફુંરૃઁ રહેશે તેવી ખાતરી આપી હતી

આ સમયે ધારાસભ્ય લલિત વસોયા એ પણ જણાવેલ કે ધોરાજીમાં કોરોના અંગેના સેમ્પલ સાવ ઓછા લેવામાં આવે છે અને જેનાથી કોરોના અટકતો નથી પરંતુ કાયદેસર રીતે સેમ્પલ લેવામાં આવે તો સો ટકા સારવાર ના હિસાબે ધોરાજીમાં કુળનો સંક્રમણ ઓછું થશે પરંતુ આ બાબતે મારે હવે કાંઈ બોલવું નથી તેવું જણાવેલ હતું

આ બાબતે ડેપ્યુટી કલેકટરે જણાવેલ કે મેડીકલ ઓફિસરો સાથે મારી બેઠક થવાની છે તેમાં હું આ બાબતની ચર્ચા વિચારણા કરીશ અને તમારું સૂચન પણ હું જણાવીશ

કિશોરભાઈ રાઠોડ એ નવા આવેલ પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા નો પરિચય અપાયો હતો

આ બેઠકમાં ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા રમેશભાઈ શિરોયા કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી ચુનીભાઇ સાંભવાની બીપીન ભાઈ મકવાણા રાજુભાઈ પઢીયાર ચેતનભાઇ ગાંધી રાજુભાઈ મોરેઢા વિગેરે વેપારી એસોસિએશનનાઙ્ગ પ્રમુખોઙ્ગ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાઙ્ગ

કાપડ રેડીમેઇડના વેપારીઓનું સમર્થન

ધોરાજીઃ ધોરાજી વેપારી મહામંડળ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ધોરાજી નાં તમામકાપડ અને રેડીમેટ ધંધાના વેપારીઓએ દરેક એસોસિએશને તારીખ ૧૪ મંગળવાર થી તા.૨૧ઙ્ગ ને મંગળવાર સુધી થી દરેક વેપારીઓએ પોતાની દુકાનો/ શોરૂમ સવારથી બપોરે ૦૨/૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાના રહેશે. ત્યાર બાદ દરેકે ફરજીયાત બંધનું પાલન કરવાનું રહેર્શેંઙ્ગ જેની દરેક વેપારી મિત્રોએ નોંધ લેવી.

સવારથી બપોર સુધી માં પણ દુકાન / શોરૂમ માં ફરજીયાત માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, જેવી બાબતો નું ખાસ પાલન કરવાનું રહેશે.

ધોરાજી શહેરમાં તેમજ આજુબાજુના ગામોમાં- તાલુકામાં કોરોનાના કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ઉપરોકત નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ પ્રમુખ :જેન્તીભાઈ પાનસુરીયા,ઉપપ્રમુખઃ જીતુભાઈ કારીયા ખજાનચી :બિપીનભાઇ મકવાણા કારોબારી : ધવલભાઈ ગઢીયાએ જણાવ્યું છેે

(11:51 am IST)