Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

માંગરોળમાં બળજબરીથી લગ્ન કરવા યુવતિના અશ્લિલ ફોટા વાઇરલ કર્યા

બે મહિલા સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ

જુનાગઢ, તા. ૧૪ : માંગરોળમાં બળજબરીથી લગ્ન કરવા એક યુવતિના અશ્લિલ ફોટા વાઇરલ કરી ધમકી આપી હોવાની ફરીયાદ બે મહિલા સહિત પાંચ શખ્સો સામે થઇ છે.

માંગરોળના કાજીવાડા વિસ્તારમાં રહેતા એક પરિવારની યુવતિ સાથેસકીલ હબીબ મોમીને બળજબરીથી લગ્ન કરવા બાબતે યુવતિના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બાદમાં યુવતિનો પીછો કરી તેની જાણ બહાર અશ્લિલ ફોટા પાડી લીધા છતાં જે ફોટા વાઇરલ કર્યા હોવાની ફરિયાદ યુવતિની લઇને સકીલ તેમજ ઇકબાલ હબીબ, સકિરાબેન અફીદી, જમેલાબેન હબીબ સહિત પાંચ શખ્સો સામે કરતા માંગરોળ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ સીપીઆઇ એન.આઇ. રાઠોડ ચલાવે છે.

(11:49 am IST)