Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભાવનગરમાં કોરોનાનાં વધુ ૪૦ સાથે કુલ ૬૬પ કેસ : તળાજામાં દુકાનો બંધ રાખવા અપીલ કરવા નીકળવું પડ્યું

ભાવનગર, તા. ૧૪ : ભાવનગરમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે સતત ત્રીજા દિવસે પણ ૪૦ અને તેની ઉપર કેસો નોંધાતા જિલ્લામાં કોરોના નો કુલ આંક વધીને ૬૬૫ થયો છે.

ભાવનગર જિલ્લામા આજરોજ ૪૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૪ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગરના ફરીયાદકા ગામ ખાતે ૧, તળાજાના મંગેળા ગામ ખાતે ૧, તળાજાના નવા સાંગાણા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણાના લાપરીયા ગામ ખાતે ૧, વલ્લભીપુરના મેલાણા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૨, ઉમરાળાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળાના દડવા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના મઢડા ગામ ખાતે ૧ તથા સિહોરના અમરગઢ ગામ ખાતે ૧ વ્યકિતનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૬૬૫ કેસ પૈકી હાલ ૪૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૨૪૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના ના કેસ દરરોજ વધી રહ્યા છે. જેમાં આજે જુના સાંગાણાં ગામે એક કોરોના કેસ પોઝિટિવ આવતા વધુ એક કોરોના ની એન્ટ્રી વાળા ગામનો સમાવેશ થયો છે. હજુ સુરત મુંબઈ સહિતના શહેરો જયાં કોરોના વધુ વકરેલ છે ત્યાંથી અહીં લોકો સતત આવી રહ્યા છે.જેને લઈ અહીં કોરોના નો ચેપ વધુ ફેલાય તેવી દહેશત ને લઈ ફફડાટ ફેલાયો છે.

 સોસીયલ મીડિયા દ્વારા વિરેન્દ્રસિંહ વાળા એ બપોરના બે વાગ્યે બજાર બંધ કરવા માટે કરેલ પરામર્શ બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળતા જેના વેપાર ધંધા શરૂ હતા તેને સ્વયંભૂ બંધ કરવા રાજકીય આગેવાનો અને વેપારીઓ એ બજારમાં ચક્કર લગાવ્યો હતો. ભરતભાઈ ઠંઠ એ સ્વંયભુ બપોર બાદ દુકાનો બંધ રાખવા અપીલ કરી હતી.સાથે વેપારી વર્ગમાંથી જે પ્રત્યૂતર મળશે તે બાબતે ચર્ચા કરવામાં આવશે તેમ.જણાવ્યું હતું. વીરેન્દ્રસિંહ વાળા એ જણાવ્યું હતુંકે એંશીટકા દુકાન બપોરે બે વાગ્યે બંધ થઈ ગયેલ. જે દુકાનો ખુલ્લી હતી તેમણે સ્વેચ્છાએ બંધ માં જોડાશું નું જણાવ્યું હતું.

તળાજા શાક માર્કેટમાં છૂટક શાકભાજી ના વ્યવસાય કારોએ જણાવ્યું હતું કે અહીજ શાકમાર્કેટ રહેશે.મોડી સાંજ સુધી જે ખુલી રહેતી હતી તેના બદલે સાંજ ના ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવા સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

થર્મલગન દુકાને રાખો,અમારે ભાડું કેમ કાઢવું?!

બપોરના બે વાગ્યા સુધી દુકાન ખુલી રાખવાના નિણર્ય સામે  મુના શેખ નામના યુવકે પ્રતિક્રિયા આપી હતીકે તળાજા ના  દુકાનદારો એક સ્ક્રીનિગ મશીન વસાવી લે. જે ગ્રાહક આવે તેનું પહેલા ટેમ્પરેચર માપવામાં આવે. ઉસ્માનભાઈ દ્યડિયાળી એ પ્રતિક્રિયા આપી હતીકે અમારે ભાડે દુકાન હોય બપોરના બે વાગ્યે બંધ કરવી પડે તે પોસાય નહિ. ભાડું અને ઘરખર્ચ કાઢવો મુશ્કેલ પડે.

(11:47 am IST)