Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પડધરી પાસે પાંચ લાખનો દારૂ પકડાયો

દારૂનો જથ્થો વેચાણ માટે રાજકોટથી વીસામીણ લઇ જવાનો હતોઃ બુટલેગર ઉપરાંત જામનગરના બે શખ્સોની ધરપકડ ર૮૭ બોટલો અને અર્ટીકા કાર કબ્જે

પડધરી તા.૧૪ : પડધરી પોલીસે ગઇકાલે પાંચ લાખનો દારૂ પકડી પાડયો છે. જયારે આરોપી તરીકે વીસામણના એક અને જામનગરના  બે શખ્સોને કાર સાથે ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના મુજબ તથા ના.પો.અધિ.ગોંડલ વિભાગ પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સ. જી.પલ્લાચાર્યના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એમ.જે.પરમાર સાથે પડધરી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ પડધરી પોલીસ સ્ટેશનના લીસ્ટેડ બુટલેગર વિજયસિંહ રાજુભા જાડેજા એક સફેદ કલરની અર્ટીકા ગાડીમાં રાજકોટથી વીસામણ તરફ ઇંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે લાવવાનો હોય જેથી સ્ટાફ સાથે વોચ તપાસમાં હતા તે દરમ્યાન સદરહું અર્ટીકા જી.જે.૧ર બીઆર. ૪૦૯૧ માં વચ્ચેની તથા પાછળની સીટમાં પર પ્રાંતીય દારૂ સાથે ત્રણ આરોપી પકડી તમામ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

જેમાં (૧) લીસ્ટેટ બુટલેગર વીજયસિંહ દરબાર (ઉ.ર૮) ધંધો, ખેતી રહે. વીસામણ તા.પડધરી (ર) પ્રણવદિપસિંહ ચંદ્રસિંહ વાઘેલા દરબાર (ઉ.ર૬) ધંધો ડ્રાઇવીંગ રહે. શાન્તીનગર શેરી નંબર ૬ મહાદેવના મંદિરની સામે જામનગર (૩) ઉર્મિલા ઉર્ફે ઉમો દીનેશભાઇ રાઠોડ ખવાસ રજપુત (ઉ.ર૭) ધંધો મજુરી રહે. જામનગર શાંતિનગર શેરી નં.૪ પાસેથી (૧) મેકડોવેલ્સ નં.૧ બોટલ નંગ-૧ર કિ.રૂ.૪પ૦૦/- (ર) બેલેન્ટાઇન્સ ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ-૧૪૩ કિ. રૂ.ર,પ૦ રપ૦/- (૩) જોનીવોકર રેડલેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી બોટલ નંગ-૧૩ર કી. રૂ.રપ૪૧૦૦/- (૪) અર્ટીગા કારની કિ. રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલમુદામાલ કિ. રૂ.૮૦૮,૮પ૦/- કબજે કરેલ છે.

પડધરી પો.સબ.ઇન્સ. એમ.જે. પરમાર તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજા તથા પો.હે.કો.ધર્મેશભાઇ પરમાર તથા પો.કોન્સ. દશરથસિંહ જાડેજા તથા પો.કોન્સ. વશરામભાઇ કળોતરા તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. યુવરાજસિંહ ગોહીલ ડ્રા.પો.હેડ. કોન્સ. અનીરૂદ્ધસિંહ જાડેજા આ કામગીરીમાં રોકાયા હતા.

(11:39 am IST)