Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

જસદણ ભાજપના યુવા આગેવાન અરૂણ વઘાસીયાની નમો સેના ઇન્ડિયામાં પ્રદેશ મહામંત્રી તરીકે વરણી

જસદણ ,તા. ૧૪: જસદણ ભાજપ માટે લોહી પાણી એક જેવી સખત મહેનત કરનારા ભાજપના યુવા આગેવાન અરુણભાઈ પ્રવીણભાઈ વઘાસીયા (મો.૭૮૭૮૭૫૫૮૫૯) ની નમો સેના ઇન્ડિયામાં પ્રદેશ મહામંત્રી તરીકે વરણી થતાં તેમને રાજયભરમાંથી મુશળધાર શુભેચ્છાઓ વરસી રહી છે અરુણ વદ્યાસીયા વર્ષોથી ભાજપમાં સક્રિય રહી યુવાવયે જ કાઠું કાઢી ભાજપને જબરો ફાયદો કરાવ્યો છે તેમની કામગીરીની નોંધ ભૂતકાળમાં મોવડી મંડળએ લઈ તેમનો વાસો થાબડયો છે જસદણ વીંછીયા પંથકના હજ્જારો યુવાનો સાથે જીવંત સંપર્ક ધરાવી લોકોના કામ કરનારાં અરૂણ વઘાસીયાની આ વરણીથી તેમને ભાજપના આગેવાનો હોદ્દદારો મોવડીઓ સભ્યો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા અભિનંદન મળી રહ્યાં છે.

(11:35 am IST)