Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ભચાઉ પાસે કતલખાને લઈ જવાતા ૧૪ જીવોને બચાવી લેવાયા

કચ્છથી ડીસા કતલખાને લઈ જઈ રહેલા ત્રણ શખ્સો ઝડપાયા

ભુજ,તા.૧૪: ભુજ ભચાઉ હાઇવે ઉપર લોધેશ્વર ચોકડી પાસે મુંગા પશુઓને કતલખાને લઈ જતી ટ્રક ઝડપીને ૧૪ જીવોને બચાવી લેવાયા હતા. બોર્ડર રેંજની આરઆર સેલની ટીમે હાઈવે ઉપર ચેકીંગ દરમ્યાન રોકેલી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ૧૧ ભેંસ અને ૩ પાડા મળી આવ્યા હતા. જે અંગે વધુ પૂછપરછ કરતા આ અબોલ જીવોને ભુજના કનૈયાબે ગામે રહેતા મામદ હુસેન શેખડાએ ભરીને ડીસા ગામે કતલખાને લઈ જવા માટે મોકલ્યા હતા. પોલીસે ભુજના ટ્રક ચાલક પીરશા ભચલશા શેખ, અંજારના કલીનર મામદ હુસેન ગુલામશા શેખની સાથે કુલ ૩ શખ્સોની અટકાયત કરી છે.

(11:32 am IST)