Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

માળીયા પોલીસે ઇંગ્લિશ દારૂ નંગ ૩૨૪ કાર સહીત રૂ. ૬.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બુટલેગર કાર રેઢી મુકી નાસી ગયો

માળિયા મિંયાણા,તા.૧૪: માળીયામિંયાણા પોલીસ ગતરાત્રી દરમિયાન પેટ્રોલીંગમાં  હતા ત્યારે એક શંકાસ્પદ કાર પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા કાર પુર ઝડપે હંકારી નાસી છુટતા પોલીસે કારનો ફિલ્મીઢબે પીછો કરતા આરોપી કારને રેઢી મૂકીને ફરાર થઈ ગયો પ્રાપ્ત વિગત મુજબ માળીયા પોલીસ ગતરાત્રે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન માળીયા ત્રણ રસ્તા પાસે એક કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર હંકારી મૂકયા બાદ પોલીસે તેનો પીછો કર્યો હતો પરંતુ કારચાલક અંધારાનો લાભ લઈને કારને રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે કારમાંથી રૂ.૧,૨૯ લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ઝડપાયેલ જીજે-૧૦-સીજી-૪૮૩૮ નંબરની કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે આ કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કારચાલકે પોલીસને જોઈને માળીયા જામનગર રોડ તરફ કાર પુર ઝડપે હંકારી મૂકી હતી આથી પોલીસ સ્ટાફે આ કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો જેથી બુટલેગર કારચાલક અંધારાનો લાભ લઈને કારને રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો બાદમાં પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ૩૨૪ નંગ ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત ૧,૨૯,૬૦૦ તથા કાર કિંમત રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૨૯,૬૦૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ દારૂ કયાથી કયા પહોચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

(11:29 am IST)