Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઢાંક-ર, ખાંભા-જાફરાબાદ-મેંદરડામાં ૧ાા ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને ૪ ઇંચ સુધી વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી : સવારથી મિશ્ર હવામાન

પ્રથમ તસ્વીરમાં ઢાંકમાં અને બીજી તસ્વીરમાં વાંકાનેરમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીર : પંકજગીરી ગોસ્વામી (ઢાંક), નિલેશ ચંદારાણા વાંકાનેર)

રાજકોટ, તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવું વાતાવરણ છવાયું છે અને ગઇકાલે ઝાપટાથી માંડીને ૪ ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

જેમાં જુનાગઢના વંથલી અને ગીર-સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ૪ ઇંચ, ઉના, જુનાગઢ-વાંકાનેરમાં ર ઇંચ વરસાદ પડયો હતો.

જયારે જુનાગઢના મેંદરડા, અમરેલીના ખાંભા-જાફરાબાદમાં દોઢ ઇંચ તથા સુરેન્દ્રનગરના પાટડી અને અમરેલી તથા લીલીયામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત ધારી, બાબરા, વડીયા, કેશોદ, ભેંસાણ, માંગરોળ, માણાવદર, માળીયાહાટીના, મૂળી, ચુડા, ચોટીલા, વિસાવદર, અંજાર, કોડીનાર, તાલાલા, વેરાવળ, સુત્રાપાડા, જામકંડોરણા, રાજકોટમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ સાથે મિશ્ર વાતારણ યથાવત છે.

જુનગાઢ

જુનાગઢ : જુનાગઢ શહેરમાં કાલે બપોર ર-૩૦ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બપોરના ૩-૩૦ એટલે કે ૧ કલાકમાં ર ઇંચ વરસાદ પડી ગયો હતો.

ધોધમાર વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

ઢાંક

ઢાક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કાલે બપોર બાદ વરસાદ શરૂ થાં ર ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સતત વરસી રહેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હોવાથી નાના મોલને નુકશાન થવાનો ભય ખેડૂતોમાં ફેલાઇ રહ્યો છે. ખેતરો ધોવાઇ ગયા છે.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે બપોરે અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરસેવે રેબજેબ હતાં. આકાશમાં વરસાદી માહોલ પણ જામ્યો હતો.

સાંજે સાડા પાંચેક વાગ્યે ગાજ-વીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બે કલાક ચાલુ રહેતા ૪૯ મી.મી. બે ઇંચ વરસાદ પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજના બે ઇંચ વરસાદ સાથે શહેરનો સીઝનનો કુલ ૩૭૦ મી.મી. વરસાદ મામલતદાર ઓફીસના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારને પીવાનું અને સિચાઇનું પાણી પુરૂ પાડતા મચ્છુ ડેમ-૧ ઉપર ૧ ફુટ નવું પાણી આવતા સપાટી ૩ર ફૂટે પહોંચી છે.

(11:05 am IST)