Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

જૂનાગઢ મનપાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજવા પોલીસ તંત્ર સજ્જ

રેન્જ આઇજી સુભાષ ત્રિવેદી,જિલ્લા પોલીસ વડા સૌરભસિંહ દ્વારા તકેદારીના પગલાં લેવા અમલદારોને સૂચના

જૂનાગઢ રેન્જના આઈજીપી સુભાષ ત્રિવેદી તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌંરભસિંઘ દ્વારા તાજેતરમાં યોજાનાર કોપોંરૅશનની ચૂંટણી શાંતિપૂર્વક માહોલમાં યોજાય તે માટે વાહન ચેર્કીગ, હથિયારઘારાના કેસો, પ્રોહીબિશનના કેસો, અટકાયતી પગલાઓ, પરવાના વાળા હથિયાર જમા કરાવવા વિગેરે સંબંધી કામગીરી કરવા ખાસ ઝુંબેશ રાખી, કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારો તથા પોલીસ ઓફિસરને સૂચનાઓ કરવામાં આવેલ છે. 

  લોકસભાની ચૂંટણી અનુસંઘાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌંરભસિંઘ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસામાજિક તત્વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ કોર્પોરેશનની ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્ચે યોજાય તે માટે કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના આધારે જૂનાગઢ શહેરના વિસ્તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ, બી, સી ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા લેવામાં આવતા રોલકોલમાં માથાભારે ઇસમોને બોલાવીને ચેક કરવાનું તથા રોલકોલમાં હાજર તમામ પોલીસ જવાનો તથા અધિકારીઓ રૂબરૂ વિતારના માથાભારે ઇસમોને પોતાના નામ અને ક્યા ક્યા ગુન્હાઓમાં, કઈ કાઈ જગ્યાએ પકડાયેલ અને હાલમાં પ્રવૃત્તિ શુ કરે છે તે બાબતે વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. 

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે જિલ્લા પોલીસ વડા  સૌંરભ સિંહ દ્વારા ગુન્હેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદૌપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. કે.એમ.ગોરવામી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ.ઇ. આર.એમ.ચૌહાણ તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પો.સ.ઇ. બી.એમ.વઘામાશી દ્વારા રોલકોલમા શહેર વિસ્તારના ભૂતકાળમાં ગંભીર ગુન્હાઓમા પકડાયેલ નામચીન અને માથાભારે આરોપીઓને રોલકોલ માં પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ્નીં હાજરીમાં આ માથાભારે ઈસમો ક્યારે પકડાયેલ, ક્યા ગુન્હામાં પકડાયેલ અને હાલમાં શું પ્રવૃત્તિ કરે છે. તે વિગત માથાભારે ઈસમો પાસે જ બોલાવી, બાદમાં તમામ સ્ટાફને ઓળખ કરવામાં આવેલ. બાદમાં આ માથાભારે ઈસમો વિરૂદ્ધ ભૂતકાળમાં ચૂંટણી સમયે અટકાયતી પગલાં લેવાયેલ છે કૅ કેમ વિગેરે બાબતોની નોંધ કરી, અંતમાં આ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા ચૂંટણી દરમિયાન કે ત્યારબાદ કોઈ ગુન્હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેલ હતું 

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ચેક કરવા માટે કરવામાં આવેલ આ નવતર આયોજન દરમિયાન ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ઘાડ, મારામારી, ઘરફોડ ચોરી, જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઈસમોને ચેક કરવામાં આવેલ હતા. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 25 આરોપીઓ, બી ડિવિઝન પોલીસ દ્વારા 06 આરોપીઓ, સી ડિવિઝન પોલીસ દ્વારા 15 આરોપીઓ તેમજ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા 07 આરોપીઓ મળી, કુલ આશરે 50 જેટલા માથાભારે ઈસમોને ચેક* કરવામાં આવેલ હતા

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ માથાભારે ઈસમોંને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી ચૂંટણી દર મિયાન સતત અને ત્યારબાદ પણ સમયાંતરે ચાલુ રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:32 am IST)