Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

નર્મદા કેનાલમાં પડી ગયેલ વાછડીને બચાવવા જતામાલિકનું પાણીના પ્રવાહમાં તણાઈ જતા કરૂણમોત

રાણપુરમાં ખોખરનેશ રોડ પર સાયકુંડના નાળામાં પશુપાલક કુકાભાઈ તણાયા

બોટાદ જીલ્લાના રાણપુરમાં ખોખરનેશ રોડ ઉપર નર્મદા કેનાલ પાસે કુકાભાઈ રૂપાભાઈ જોગરાણા ગાયુ ચરાવતા હતા તે દરમ્યાન તેમની વાછડી ચરતા ચરતા કેનાલમાં પડી જતા વાછડીને બચાવવા માટે પોતે પણ કેનાલમાં ઉતરતા તેમનુ કરૂણમોત નીપજ્યું હતું

 અંગે મળતી માહીતી મુજબ રાણપુરમાં દેસાઈવોરાના ચોરા પાસે રહેતા કુકાભાઈ રૂપાભાઈ જોગરાણા સવારે ૧૦ વાગ્યાની આસપાસ તેમની ગાયુ લઈને ખોખરનેશ જવાના રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ ઉપર ગાયુ ચરાવતા હતા તે દરમ્યાન તેમની વાછડી કેનાલમાં પડી જતા વાછડીને બહાર કાઢવા માટે પોતે કેનાલમાં ઉતરતા વાછડીની સાથે કુકાભાઈ જોગરાણા ડુબવા લાગ્યા હતા કેનાલમાં પાણી પ્રવાહ વધુ પ્રમાણમા હોય કુકાભાઈ કેનાલના સાયફૂડંના નાળામાં તણાય ગયા હતા.જ્યારે આ બનાવની જાણ આસપાસના લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને કેનાલના અધિકારીઓને જાણ કરી કેનાલ બંધ કરાવી હતી.

 આ બનાવની જાણ રાણપુર પોલીસને અને બોટાદ ફાયર બ્રિગેડ ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે બોટાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કેનાલમાં કુકાભાઈ ની શોધખોળ કરતા ચાર કલાકની જહેમત બાદ કુકાભાઈ જોગરાણા નો મૃતદેહ કેનાલના સાયફંડમાંથી મળી આવ્યો હતો.અને મૃતદેહ ને પી.એમ.માટે રાણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે કુકાભાઈ જોગરાણા નું કેનાલમાં ડુબી જવાથી મોત થતા રાણપુર પંથકમાં શોકનુ મોજુ ફળીવ્યુ હતુ.

(8:58 pm IST)