Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

શિહોરમાં હિચકારું કૃત્ય ;અબોલ આખલા પર અસામાજિકોએ એસિડ ફેંકતા પડખું ઉપસી ગયું

જીવદયા પ્રેમીઓએ મદદરૂપ થઈને સારવાર માટે મોકલી આપ્યો

શિહોર:  શહેરમાં રામનાથ રોડ, કાંગસિયા વાડ,તેમજ ઢસાપા વિસ્તારની આસપાસ એક ખુટિયાની ઉપર કોઈ અસામાજિક તત્વએ ગરમ પાણી અથવા એસિડ ફેકવાથી આ મૂંગા અને અબોલ પશુનું એક સાઈડનું પડખું એકદમ ઉપસી આવેલ અને ખૂબ જ હેરાન થતો હતો.પરંતુ  વિસ્તારના લોકો અને છોકરાઓ દ્વારા સારવાર કરતા થોડો ઘણી રાહત થતા શિહોરના જાગૃત નાગરિક અને સેવાભાવી નટુભાઈ ત્રિવેદી તથા દેવાભાઈ એ આ વિશે ગંભીર નોંધ લઈ જીવદયા પ્રેમી સંસ્થા અને ગૌરક્ષકના લોકો તથા નગરપાલિકાના ટ્રેકટર દવારા મદદરૂપ બનતા આવા એક અબોલ મૂંગા પશુને સારવાર મળી જાય તો જીવ બચી જાય.આમ ભારે જહેમત ઉઠાવતા આખરે પકડીને ભાવનગર જીવદયા સંસ્થામાં મોકલી આપેલ.

(8:39 pm IST)