Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

રાજકોટના ચર્ચાસ્પદ બનાવમાં પતિએ જ મહિલાના નાક, કાન, વાળ કાપ્યાનું સામે આવ્યું : પોલીસ જુદા જુદા એંગલથી કરેલી તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું

રાજકોટ : રાજકોટમાં પત્નિના કાન, નાક અને વાળ કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ પોલીસ તપાસમાં પતિએ જ તેની પત્નિના નાક-કાન, વાળ કાપ્યાનું સામે આવતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવા પામ્યું છે.

બનાવની વિગત એવી છે કે રાજકોટના લોધિકામાં રહેતી પરિણીતા વનિતા કેશુ વાઘેલાને સિવિલમાં નાક,કાન, વાળ કપાયેલી હાલતમાં સારવાર માટે ભરતી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન વનીતાએ જણાવ્યું હતું કે તેમના જામનગરમાં રહેતા પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. પ્રેમી વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ મહિલાના કાન અને નાક આપી નાખ્યા હતા. અને માથાના વાળ પણ કાપી નાખ્યા હતા. મહિલાએ શરૂઆતમાં પ્રેમી અને કૌટુમ્બિક જમાઈ પર પણ આક્ષેપ કર્યો હતો.

જોકે, પોલીસે મહિલાના પતિ કેશુ વાઘેલાની સમગ્ર મામલે આકરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય મહિલાના પતિ એ કર્યો હોવાનો થયો ઘટસ્ફોટ થયો હતો. મહિલાએ જાણી જોઈને પ્રથમ પ્રેમી અને ત્યારબાદ કૌટુંબિક જમાઈ વિરુદ્ધ પતિનો બચાવ કરવા ખોટી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે કેશુ વાઘેલાની અટકાયત કરી છે.

(3:07 pm IST)