Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબીમાં સીસીટીવી ટાવર સાથે ડમ્પર અથડાતા સાડા ત્રણ લાખનું નુકશાન

ડમ્પર ચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો

મોરબી:   મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીક ડમ્પર સીસીટીવી ટાવર માટે ઉભા કરેલા ટાવર સાથે અથડાતા ટાવર ધરાશાયી થયો હતો જે બનાવ બાદ બી ડીવીઝન પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ હળવદના રહેવાસી અને હાલ મોરબી ઉમા રેસીડેન્સીમાં રહેતા વિશાલભાઈ ઈશ્વરભાઈ વરમોરાએ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પર ચાલક નં જીજે ૧૨ વાય ૮૮૨૨ ના ચાલકે તેનું ડમ્પર ચલાવી જતો હોય ત્યારે મહેન્દ્રનગર ચોકડી નજીક રોડની બંને સાઈડ લોખંડના પોલ લગાવી સીસીટીવી કેમેરા લગાવેલ હોય તે પોલ અને એન્ગલ સાથે ડમ્પર અથડાવતા લોખંડનો પોલ તોડી નાખી બે કેમેરામાં નુકશાન કરી સાડા ત્રણેક લાખનું નુકશાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(1:22 pm IST)