Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબીમાં સ્કોર્પીઓ ચોરીના કેસમાં નાસતા ફરતા આરોપી ને આજે એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબી મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાહનચોરીના બનાવો અટકાવવા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે સ્કોર્પીઓ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અવની ચોકડી પાસેથી પસાર થવાનો હોય જેથી વોચ ગોઠવીને આરોપી આસુરમ મંગારામ બેનીવાલ રહે બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી આકરી પૂછપરછ કરતા સ્કોર્પીઓ ચોરીની કબુલાત આપી છે

કામગીરીમાં પીઆઈ આર જે ચૌધરી, મણીલાલ ગામેતી, રસિકભાઈ કડીવાર, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા, શેખાભાઈ મોરી, નિર્મલસિંહ જાડેજા, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા જોડાયેલ હતા.

(1:22 pm IST)