Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબીના વાવડી રોડ પર મહિલાને માર મારવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ૧૦૦૦ રૂ નો દંડ ફટકાર્યો

મોરબી :   મોરબીના વાવડી રોડ પર મહિલાને માર મારવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ૧૦૦૦ રૂ નો દંડ ફટકાર્યો છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કાજલબેન ત્રિવેદીના માતાને આરોપી ડાયાભાઇ મોહનભાઈ બરાસરા અને તેની પત્ની મંજુલાબેન બરાસરાએ ગંદુ પાણી કેમ ઢોળો છો કહીને વાવડી રોડ par ઘરે આવીને માર માર્યો હતો જે અંગે કાજલબેન ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ બાદ આ અંગે એડી ચીફ જ્યુડી. આર એમ. કલોતરાની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે આરોપી ડાયાભાઇ મોહનભાઈ બરાસરાને આઈપીસી કલમ ૩૨૩ માં તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને રૂ ૧૦૦૦ નો દંડ ફટકાર્યો છે.

        આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ આર એ ગોરી રોકાયેલ હતા જયારે આરોપી તરફે એમ એન જાડેજા તથા ડી.એસ. જાદવ રોકાયેલ હતા.

(1:20 pm IST)