Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબીના મહેન્દ્રપરાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો કરીને દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે

મોરબી:   મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નં ૧૪ આરોપી અશરફ અબ્દુલ સેડાતના મકાનમાં દરોડો કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૩૨,૪૦૦ મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપી સાજીદ કાદર લઘાણી રહે મોરબી મહેન્દ્રપરા શેરી નં ૧૪ વાળાની અટકાયત કરી છે જયારે આરોપી અશરફ અબ્દુલ સેડાત હાજર નહિ મળતા તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(1:19 pm IST)