Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

મોરબી નજીક હાઈવે પર બે અકસ્માતમાં પાંચને ઈજા

મોરબી : મોરબી પંથકમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે આજે માળિયા હાઇવે પર કાર અને ટ્રક અથડાતા કારમાં સવાર ત્રણને ઈજા થઇ છે જયારે બંધુનગર નજીક કાર અને બાઈક અથડાતા બાઈકસવાર બેને ઈજા પહોંચી છે

        મોરબી માળિયા હાઈવે પર ગાળા ગામ નજીકથી પસાર થતી કાર ટ્રક સાથે અથડાઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર અનુભાઈ કોસભાઈ સોલંકી, જયશ્રીબેન અનુભાઈ સોલંકી અને મીનુબેન મકવાણા એમ ત્રણને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયા હતા જયારે અન્ય અકસ્માતમાં મોરબી વાંકાનેર હાઈવે પર બંધુનગર નજીક કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા બાઈકસવાર રામચંદ રામલાલ મહેર અને બજરંગી રઘુનાથ મહેર એમ બેને ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

(1:18 pm IST)