Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

બિલખામાં ટ્રકમાં ફ્રીજના ખાલી ખોખાની આડમા રાખેલો ૪૪ લાખનો દારૂ ઝડપાયો

ઝંખેરા રોડ ઉપર કટિંગ સમયે જ સ્થાનિક પોલીસ ખાબકી: પોલીસ રેડ દરમિયાન ટ્રક ચાલક અને ક્લીનર નાસી છુટયા

બીલખાઃ બિલખામાં આજે સવારે બાતમીના આધારે સ્થાનિક પોલીસે ઝંખેરા રોડ ઉપરથી દારુના કટિંગ સમયે હ ખાબકીને રેડ કરી હતી. તો પોલીસને જોઇને ટ્રક ચાલક અને ક્લીનર નાસી ગયા હતા, ટ્રકના પાછળના ભાગમા ફ્રીજના ખાલી ખોખાની આડમાં વચ્ચેથી પોલીસને ૪૪ લાખનો ૯૦૦ પેટી ૧૦૮૦૦ બોટલ વિદેશી દારૂની જથ્થો મળી આવતા કબજે લઈને તપાસ હાથ ધરી છે.

બીલખામાં ઝંખેરા રોડ ઉપર સવારે વિદેશી દારૂનો મોટો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે પીએસઆઈ વી.યુ.સોલંકી સહિતના સ્ટાફ્ે વોચ ગોઠવી હતી, આંઠેક વાગ્યા અરસામાં કે.એ.૪૦. ૬૭૦૩ નંબરનો ટ્રક ત્યાં આવી ચડયો હતો, ત્યારે પોલીસને જોઇને ટ્રકનો ચાલક અને ક્લીનર ટ્રક મુકીને નાસી ગયા હતા, પોલીસે ટ્રકમાં તલાસી લેતા તેમાંથી ૪૪ લાખની કિમતનો ૯૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારુ અને ૧૦ લાખની કિમતનો ટ્રક કબજે લઈને પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે. આમ બિલખામાં બુટલેગરના મનસુબા ઉપર પોલીસે પાણી ફેરવી દીધું હતું.

(1:17 pm IST)