Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

કુતિયાણા પાસે ૪૧૫ પેટી દારૂ ભરેલ ટ્રક ઝબ્બેઃ૩૧લાખનો મુદામાલ કબજે ટ્રકમાં ભોંયરૂ કરી દારૂનો જથ્થો સંતાડયો હતો

રાજસ્થાનના ટ્રક ચાલકની ધરપકડ: દારૂ રાણપર મોકવલવાનો હતો

પોરબંદરઃ કુતિયાણાની ચૌટા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે ૪૧૫ પેટી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી રૂ.૩૧,૧૧,૨૭૦ના મુદામાલ સાથે એક શખ્શની ધરપકડ કરી છે.

કુતિયાણા પોલીસ ગત રાત્રીના સમયે ચૌટા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિગની કામગીરી કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ઉપલેટા રોડ તરફ્થી ટ્રક નં આરજે ૦૭જીએ ૪૭૭૭નો ટ્રક ચાલક ટ્રકમાં વિદેશી દારુ ભરીને પોરબંદર તરફ્ ચૌટા ચેક પોસ્ટથી પસાર થઇ જવાનો છે જેથી ચેકિંગ દરમિયાન તે ટ્રક ચૌટા ચેકપોસ્ટ પાસે આવતા ટ્રકને રોકી ચેક કરતા તે ટ્રકમાં દેશી ખાતર ભર્યું હતું આથી પોલીસ પાકી બાતમી હોવા છતાં દારૂ ન મળતા ગોથે ચડી હતી એ દરમ્યાન પોલીસે ટ્રકની કેબીનમાં ડ્રાઇવર સીટની પાછળના ભાગની શીટ ફ્ેરવી જોતા શીટની પાછળના ભાગે ખાનુ આવેલ હતું જે ખાનામાથી ટ્રકના પાછળના ભાગે ૪૯૮૦ બોટલ વિદેશી દારૂ એટલે ૪૧૫ પેટી દારૂ મળી આવ્યો હતો. પોલીસે .રૂ.૧૫,૮૬,૭૦૦ની કીમત નો દારૂ તથા કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- ની કીમતનો ટ્રક તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૩૧,૧૧,૨૭૦/- નો મુદામાલ કબજે કરી અને ટ્રક ચાલક જગરામ ભગવાનારામ બિશ્નોઇ( રહે.ખારા રાઠોડાન તા.રામસર જી.બાડમેર રાજસ્થાન,)ની ધરપકડ કરી હતી તેમજ દારૂ ભરાવનાર પોતાના શેઠ ટ્રક માલીક રમેશકુમાર ગીરધારી રામ (રહે.કારવારા તા.રાનીવારા જી.જાલોર)નું નામ આપતા પોલીસે તેના વિરુધ પણ ગુન્હો નોંધ્યો છે. આ દારૂ કોને આપવાનો હતો તે સહીતની પુછપરછ હાથ ધરી છે.

રાજસ્થાની ડ્રાઈવરની પોલીસે પુછપરછ કરતા તે એવું જણાવી રહ્યો છે કે દારૂ તેના શેઠ જાલોર ના રમેશકુમાર ગિરધારીરામે ટ્રકમાં લોડ કરી આપ્યો હતો અને તેને એવું જણાવ્યું હતું કે પોરબંદર થી દસ કિમી દુર પહોંચે ત્યારે શેઠને ફેન કરી અને આ દારૂ કોને આપવાનો છે તે અંગે પૂછવા જણાવ્યું હતું અને ત્યાર બાદ જ તેને દારૂ ડીલેવરીનું લોકેશન આપશે તેવું શેઠે જણાવ્યું હતું આથી આ દારૂનો જથ્થો કોને આપવાનો છે તે બાબતે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું

દારૂ સાથે ઝડપાયેલ ટ્રકમાં ઉપર સુધી ખાતર ભરેલું હતું આથી કોઈને ખાતરની અંદર ના ભાગે દારૂ ની પેટીઓ હોય તેવી લેશ માત્ર શંકા જાય તેવી શકયતા ન હતી આથી ટ્રક રાજસ્થાન થી રવાના થયા બાદ છેક કુતિયાણા સુધી સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી અને અહી પણ પોલીસ ને પ્રાથમિક ચેકિંગમાં દારૂ મળ્યો ન હતો પરંતુ ડ્રાઈવર સીટ ના પાછળ ના ભાગે નકુચા જેવું નજરે ચડતા ત્યાં ધક્કો મારી ને ખોલતા પોલીસ ની આંખો પહોળી થઇ ગઈ હતી કારણ કે અહી ભોયરા જેવું બનાવ્યું હતું જેમાં દારૂની પેટીઓ પડી હતી અગાઉ રાણપર પંથક માં અનેક વખત મોટી માત્રા માં ટ્રકો ભરી અને દારૂ પકડાયો હોવાથી આ દારૂ નો જથ્થો પણ રાણપર ના કોઈ બુટલેગરે મંગાવ્યો હોવાની શકયતા ના આધારે પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અને ટ્રક સાથે ઝડપાયેલ રાજસ્થાની શખ્સ ના રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે.

(1:18 pm IST)