Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

રાજુલાના વાવેરા ગામે ધાણા નદીના પટ્ટમાંથી જુગાર રમતા પાંચ શકુનીઓ ઝડપાયા : 55 હજારથી વધુનો મુદામાલ જપ્ત

 

રાજુલાના વાવેરા ગામે ધાણા નદીના પટ્ટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રાજુલા પોલીસે સ્થળે જઈને તીનપતિનો જુગાર રમતા પાંચ શકુનિઓને પકડી પાડીને 55 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે

  અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયતથા  નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૈાધરીની મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર .પી.ડોડીયા તથા પો.સ્ટાફના માણસોને બાતમી મળેલ કે વાવેરા ગામે ઘાણા નદીના પટમા જાહેર જગ્યામા અમુક પુરુષ ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમી રમાડે છે

  મુજબની બાતમીના આધારે પો.સ્ટાફ સાથે રેડ કરતા પ્રવીણભાઇ લાખાભાઇ મકવાણા (ઉવ ૩૨) ( ધંધોોનોકરી ) ( રહે ભમ્મર તા.સાવર કુંડલા જી અમરેલીજસુભાઇ કથડભાઇ ધાખડા (ઉવ ૩૫)( ધંધો ખેતી)( રહે ચારોડીયા તા રાજુલા જી અમરેલી )કનુભાઇ જીવાભાઇ ધાખડા (ઉવ ૪૯)( ધંધો ખેતી )( રહે વાવેરા તા રાજુલા જી અમરેલી) પરબતભાઇ માવજીભાઇ ગજેરા( ઉવ ૬૦)( ધંધો ખેતી)( રહે વાવેરા તા રાજુલા જી અમરલી) અને  જીવણભાઇ ખાટાભાઇ સોલંકી( ઉવ ૪૮)( ધંધો મજુરી)( રહે જાદરા તા મહુવા જી ભાવનગર) પૈસા-પાના થી હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમતાં રોકડ રકમ૪૦,૩૫૦ તથા મોબાઇલ નંગ ૦૪ કિ. ૧૫૦૦૦ મળી કુલ  ૫૫,૩૫૦ના મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

કામગીરી રાજુલા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટ .પી.ડોડીયા તથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તથા હેડ.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા પો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પંડયા તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ જોડાયા હતા

(3:09 pm IST)