Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ભુજની પાદરા ખાસ જેલનો જેલર કલ્યાણ ગઢવી 1500ની લૉન્ચ લેતા ઝડપાયો

ટિફિન્સ સહિતની સવલતો અને બીજીકોઈ હેરાનગતિ નહીં કરવા લાંચ માંગી હતી

ભુજની પાલારા ખાસ જેલનો જેલર કલ્યાણ વી. ગઢવી પંદરસો રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો છે. કાચા કામના કેદીને જેલની અંદર ટિફિનની સગવડ આપવા સહિતની સવલતો તેમજ અંદર બીજી કોઈ હેરાનગતિ ના કરવા બદલ જેલર ગઢવીએ 1500 રૂપિયાની લાંચ માગી હતી.

  આ અંગે અરજદારે સંપર્ક કરતાં ગાંધીધામ એસીબીએ જેલના પ્રાંગણમાં છટકું ગોઠવી ગઢવીને નાણાં સ્વિકારતાં રંગે હાથ ઝડપી લીધો હતો.

 કેરા ગામના સરપંચ દિનેશ મહેશ્વરીને 80 હજારની લાંચ માગવા બદલ એસીબીએ ઝડપ્યો હતો. આજે સતત બીજા દિવસે એસીબીએ સફળ છટકું ગોઠવી જેલરને ઝડપી પાડતાં ભ્રષ્ટ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભચાઉ સબજેલમાં પણ લોન કૌભાંડ અને હત્યાકેસનો આરોપી જેન્તી ઠક્કર જેલની અંદર કૂલરની ઠંડી હવા અને નોકર-મોબાઈલની સગવડ સાથે દારૂ પીતાં ઝડપાયો હતો. જેમાં જેલગાર્ડ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

(3:08 pm IST)