Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ધોરાજી-ઉપલેટા રોડ પર રાત્રે બાઇક ડિવાઇડરમાં અથડાતાં જેતપુરના મુસ્લિમ પરિવારના ૪ને ઇજા

રાજકોટ તા. ૧૪: જેતપુરના ધોરાજી ઉપલેટા રોડ પર બાઇક રોડ ડિવાઇડરમાં અથડતાં જેતપુરના ચારને ઇજા થઇ હતી.

જેતપુર નવાગઢ ચોકડીએ ઇદ મસ્જીદ પાસે રહેતા અયુબ જુણેજા (ઉ.૨૮), સાથેના નજમાબેન સલિમભાઇ (ઉ.૨૩), શબ્બીર સલિમભાઇ (ઉ.૯) અને રૂકશાના સલિમભાઇ (ઉ.૭) બાઇકમાં બેસીને જતાં હતાં ત્યારે રાત્રીના નવેક વાગ્યે ધોરાજી-ઉપલેટા રોડ પર બાઇક ડિવાઇડરમાં અથડાતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર જાણ કરી હતી.

પારડીના પુલ પર અકસ્માતમાં શાપરના બે યુવાન ઘવાયા

બીજા બનાવમાં ગોંડલ રોડ પર પારડીના પુલ પાસે અકસ્માતમાં શાપરના બે યુવાન કિરણભાઇ નગાભાઇ મકવાણા (ઉ.૩૯) અને બધીયાભાઇ મંગલભાઇ (ઉ.૩૯)ને ઇજા થતાં ૧૦૮ મારફત સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. (૧૪.૫)

(11:58 am IST)