Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ભાયાવદરમાં થયેલા પોલીસ કર્મચારીઓ ઉપરના હુમલા તોફાન અંગેના કેસમાં ત્રણ આરોપીને ત્રણ વર્ષની સજા

ઉના કાંડ બાદ ગુજરાત બંધ દરમ્યાન ભાયાવદરમાં પણ તોફાનો થયાં હતાં: અન્ય ૯ આરોપીને શંકાનો લાભ

ધોરાજી, તા.૧૪: ઉપલેટાના ભાયાવદર ગામે ઉનાકાંડ ને કારણે થયેલા તોફાનમાં ત્રણ આરોપીને કસૂરવાર ઠરાવી ધોરાજી કોર્ટ ત્રણ વર્ષની સજા કરી હતી.

બનાવની વિગત એવી છે કે તારીખ ૨૦ જુલાઈ ૨૦૧૬ ના ઉના તાલુકાના સમઢીયાળા ગામ ના દલિત સમાજના યુવાનો પર થયેલ હૂમલાના વિરોધમાં ગુજરાત બંધનું એલાન હતું તે અરસામાં રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં ભાયાવદર મેઇન બજાર સરદાર ચોકમાં આરોપીઓએ એકઠા થઇ ગેરકાયદે મંડળી બનાવી અને હુલ્લડ કરવાના બદ ઈરાદે ફરજ ઉપરના પોલીસ માણસો તથા નાગરિકોને ગંભીર ઇજા પહોંચાડવાના ઈરાદે બેફામ પથ્થરમારો કરી પોલીસ કર્મચારી અને નાગરિકોના સાપરાધ મનુષ્યવધ ની કોશિશ કરેલી હોય અને પોલીસ કર્મચારી અધિકારીઓની ફરજમાં રૂકાવટ કરેલી હોય તેમનો કેસ નોંધાયેલો હતો

આ કેસમાં ફરિયાદી તરીકે મનોજકુમાર જયરામભાઈ ભેંસદરિયા પોલીસમેન હતા તેમની જુબાની તથા આનુસંગિક બીજા પંદર વિટનેસ અને ૧૧ દસ્તાવેજી પુરાવાઓ ને ધ્યાને લીધેલા હતા બનાવ દરમિયાન ભાયાવદર ગામે પટેલ પાવ ભાજી તથા મધુવન પાન તથા પૂનમ ડાઈનીંગ હોલ ની મિલકતોને પણ નુકસાન પહોંચાડયું હતું અને આ વખતે આરોપી તરફથી કરેલ ઉલટ તપાસમાં આ નુકસાન કબુલ રાખેલ છે આરોપી તરફે રજૂઆત કરવામાં આવેલી હતી કે ટોળામાંથી કોણે શું કર્યું તે રોલ સ્પષ્ટ નથી ત્યારે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલ હતી કે જાહેરહિતના તોફાનનો અને જાહેર મિલકતની તોડફોડ નો કેસ હોય ત્યારે સ્પષ્ટ કોનો શું રોલ હતો તે દર્શાવવું જરૂરી નથી આ અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો તેમણે રજૂ કરેલો અદાલતે આ તમામ દલીલો અને કેસના પુરાવા અને હકીકતોને ધ્યાનમાં લીધેલી ધ્યાને લીધા બાદ આરોપીઓ પૈકી ૯ આરોપીઓને શંકાનો લાભ આપી થોડી મુકેલ હતા જયારે ત્રણ આરોપીઓ મનીષભાઈ કાળાભાઈ સોલંકી મહેન્દ્રભાઈ કાળાભાઈ સોલંકી તથા વિજયભાઈ જેઠાભાઇ લુણવા ને તકસીરવાન ઠરાવી અને જ્ઞ્ષ્ટણૂ કલમ ૧૪૩ ૧૪૭ ૧૮૬ અને ૩૩૨ ના કામે ગુનેગાર કરાવેલા હતા.

ત્યારબાદ બંને વકીલોની દલીલ સાંભળી અને આરોપીઓને દરેકને રૂપિયા ૧૩,૫૦૦ દંડ અને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી  એડિશનલ સેશન્સ જજ પોતાના ચુકાદામાં નોંધાયેલું હતું કે ઉના તાલુકાના દલિત અત્યાચાર ના બનાવ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં સમાજમાં ધાક બેસાડવા માટે જે કૃત્ય આચર્યું છે તે સંત કોઈપણ સંજોગોમાં માફીને લાયક નથી આવા કૃત્યોથી જ સમાજની સામાજિક સમરસતા દેખાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે અને આરોપીઓના લીધે બે જ્ઞાતિ વચ્ચે વર્ગ-વિગ્રહ થાય તેવું પણ કૃત્ય કરેલ છે સમાજ અને જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા ગુનાઓ તેમણે કરેલો હોય આ ગુનાઓ કોઈ માફી કે હળવાશથી લઈ શકાય તેવી સજાને લાયક નથી આ તમામ હકીકતો નોંધી અને ત્રણ વર્ષની સજા ફરમાવી હતી.

(11:55 am IST)