Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

નવલખી દરિયામાં બાજ ડૂબ્યું : ૮ લોકો હતા સવાર ! તમામનો બચાવ: બાજમાં ૧૫૦૦ ટન કોલસો પાણીમાં ડૂબી ગયો

મોરબી :માળિયાના નવલખી બંદરે ગત તા.૯ ના સાંજના સુમારે નવલખી દરિયામાં મોઝાં ઉછળતા બાજ(નાની બોટ)માં મોઝાં ભરાઈ ગયા હતા જેથી તે ડૂબી ગયું હતું તો તે બાજમાં ૮ લોકો સવાર હતા ત તે પણ ડૂબ્યા હતા પણ આજુ બાજુ વાળા બાજ વાળાને જાણ કરતા તે લોકો ને બચાવી લેવાયા હતા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી પરંતુ બાજમાં ૧૫૦૦ ટન કોલસો પાણીમાં ડૂબી ગયો હોવાની જાહેરાત કરણભાઈ ભરતકુમાર મહેતાએ માળિયા પોલીસમાં કરી છે તો માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
સારી વાત એ રહી કે કોઈ જાનહાની થઈ ન હતી

(7:56 pm IST)