Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

મોરબી જીલ્લામાં કોરોના મહામારીને ધ્યાને લઈને આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

મોરબી જીલ્લામાં કોરોના મહામારીને ધ્યાને લઈને આજે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મોરબી સિવિલ હોસ્પિટલણી મુલાકાત લીધી હતી જે પ્રસંગે તેમની સાથે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા અને કોંગ્રેસ અગ્રણી જયંતીભાઈ પટેલ પણ જોડાયા હતા
મોરબી સિવિલ હોસ્પિટલ મુલાકાત પ્રસંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોરોનાણી બીજી લહેરણી ઘાતક અસર ગ્રામ્ય પંથકમાં થવા પામી છે અને કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે મોરબી સિવિલમાં ૧૭૫ બેડની જ વ્યવસ્થા કરાઈ છે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને ઓક્સીજન, દવાઓ અને ઓક્સીજન માટે લાંબી કતારો જોવા મળી હતી તો મોરબીની સેવાભાવી સંસ્થાઓની કામગીરીને બિરદાવી હતી સાથે જ રાજ્ય સરકાર મોતના આંકડા છુપાવતી હોય તેવું તેને તમામ જીલ્લાના પ્રવાસમાં નોંધ્યું હોવાનું જણાવ્યું હતું
અગાઉ તેઓએ સરકાર પાસે મૃતકોના પરિજનોને ૪ લાખની સહાય, કોરોના સારવાર દરમિયાન ગંભીર આડ અસરથઈ મૃત્યુ પામેલ દર્દીના પરિવારને ૩ લાખ, શંકાસ્પદ કોવિડ મૃત્યુ પામેલ દર્દીના પરિવારને ૨ લાખ અને કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ૧ લાખ રૂ સહાય આપવામાં આવે તેવી માંગ કરી ચૂકયા છે જે આજે મોરબીની મુલાકાત સમયે ફરીથી કરી હતી

(7:54 pm IST)