Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાવનગરના 6થી 70 વર્ષના 17 દર્દીઓને કોરોના સામે જંગ જીત્યો: એક સાથે તમામને રજા અપાઈ

 

ભાવનગરઃ આજથી લગભગ 10 દિવસ પૂર્વે ભાવનગરના વિવિધ વિસ્તારોમાંથી કોરોના ચેપગ્રસ્ત બનેલા અને સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓ પૈકી એકસાથે 14 દર્દીઓ આજે કોરોના સામેની લડત જીતીને, સ્વસ્થ થઈને તેમના ઘરે જવા ભાવનગરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે.

ગત બીજીથી ચોથી મૅ દરમિયાન ભાવનગરના આનંદનગર, પખાલીવાડ-રેલ્વે સ્ટેશન રોડ, બોરડી ગેટ, સંધેડીયા બજાર સહિતના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા 6થી 70 વર્ષની વયના રેખાબેન પરમાર, સમિરભાઈ પરમાર, નફિસાબેન શેખ, મહેબુબભાઈ શેખ, માયાબેન વાળા, ચંદ્રીકાબેન સરધારા, ગૌરીબેન સુમરા, રેખાબેન સુમરા, ઈકબાલભાઈ બેલીમ, આરીફભાઈ પઢીયાર, ઝૈનબબેન બેલીમ, મહમઝૈદ શેખ, રફિક્તહુસૈન શેખ, મંજુલાબેન મકવાણા, હિરેન રાઠોડ, શાહભાઈ બેલીમ અને અયાન શેખના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા.

 ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા તમામ ૧૭ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે હોસ્પિટલમાથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા 10 કરતા વધુ દિવસથી હોસ્પિટલમા દાખલ હતા. સરકાર દ્વારા તમામ દર્દીઓને વિનામુલ્યે એક N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી. તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજિયાત હોમ આઈસોલેશનમા રહેવાનું રહેશે. આમ, ભાવનગર શહેરી વિસ્તારના દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામા નોંધાયેલા 102 કેસ પૈકી હાલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ 7 દર્દીઓનું અવસાન થયેલ છે.

(12:58 am IST)