Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જૂનાગઢમાં દુકાનો ખોલવાના સમયમાં ફેરફાર કરવા મર્ચન્ટ એસો,ની માંગણી

બપોરના સમયે તડકો હોવાથી કોઈ ગ્રાહક ખરીદી માટે આવતું જ નથી.

 

જૂનાગઢ મર્ચન્ટ એસોસીએશનના સભ્યોએ અને વેપારીઓએ પોતાની દુકાનો ખોલવા ના સમયમાં ફેરફાર કરવા માટે મંગણી કરી છે. જૂનાગઢ કલેક્ટર દ્વાર બહાર પાડેલા જાહેરનામા મુજબ એનાજ કરિયાણા દૂધ ફરસાણ શાકભાજી સિવાયની દુકાનો ખોલવાનો સમય બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે . ત્યારે મર્ચન્ટ એસોસીએશન ના સભ્યોના કહ્યા પ્રમાણે બપોરના સમયે તડકો હોવાથી કોઈ ગ્રાહક ખરીદી માટે આવતું નથી. અને પરમીશન પરમે દુકાન ખુલ્લી રાખવી પડી રહી છે. ગ્રાહકો નહિ આવતા વેપાર ધંધા ઠપ્પ થી રહ્યા છે. નાના વેપારીઓને આર્થિક રીતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે .

જેથી તંત્રએ તેમના માટે વિચારી સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો સમય નક્કી કરે તો વેપારીઓને પણ વેપાર કરવામાં સરળતા રહે .

(12:33 am IST)