Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સરકારે જાહેર કરેલું પેકેજ ખેડૂતો માટે લોલીપોપ સમાન : કોરોના સમયે પણ બનાવટ કરાઈ છે : કોંગી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર

ખેડુતોને હાલમાં ટુંકી મુદતનું ધિરાણ ભરવાનો સમય છે. ત્યારે તેને અટકાવવામાં આવે છે

અમરેલી ; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ 20 લાખ કરોડના રાહત પેકેજ અંગે કોંગ્રેસના કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું કે વડાપ્રધાને જાહેર કરેલું પેકેજ ખેડૂતો માટે લોલીપોપ સમાન છે. છેલ્લા ૭ વર્ષથી કેન્દ્રમાં અને લાંબા સમયથી રાજયમાં ચાલતી ભાજપ સરકાર ખેડુતોને કઈ જ આપવાને બદલે માત્ર ખોટા વચનો આપી રહી છે.

 ખેડુતોને હવે આ સરકાર ઉપર ભરોસો રહ્યો જ નથી પરંતુ કોરોના જેવી મહામારીમાં પણ ખેડુતો સાથે બનાવટ કરવામાં આવી રહી છે. ખેડુતોને હાલમાં ટુંકી મુદતનું ધિરાણ ભરવાનો સમય છે. નવું ચોમાસુ આવી રહ્યું છે. ત્યારે બિયારણ, દવા અને ખાતર ખરીદવાનો સમય છે ખરીદવાની વાત તો દૂર રહી ખેડુતોને ખેતરે જતો પણ અટકાવવામાં આવે છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

(8:42 pm IST)