Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જૂનાગઢના વડાલના મેલેરીયા અધિકારી - બિલ્ડર સરધારાનો આર્થિકભીંસ અને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાત

જૂનાગઢ, તા. ૧૪ :. જૂનાગઢના બિલ્ડર તરીકે કામગીરી કરતા અને વડાલમાં મેલેરીયા અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ પોપટભાઈ સરધારાએ ઝેરી દવા પીને વ્યાજખોરોના ત્રાસથી અને આર્થિકભીંસથી કંટાળીને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ પોપટભાઈ સરધારા (ઉ.વ. ૪૭)એ આજે બપોરે ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લેતા તેમના મૃતદેહને સીવીલ હોસ્પીટલ ખાતે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડેલ છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક રાજેશભાઈ સરધારા બિલ્ડર તરીકે પણ કામગીરી કરતા હતા. જેનુ પેમેન્ટ આવતુ ન હોવાથી તેઓ આર્થિકભીંસમા હતા અને વ્યાજખોરોનો પણ ત્રાસ હોવાથી તેમને આત્મઘાતી પગલુ ભર્યુ છે.

રાજેશભાઈ સરધારાએ વ્યવસાય માટે ઉછીના લીધેલા નાણા સમયસર મકાનો ન વેચાવાથી આવતા ન હતા. જેના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેથી તેમણે સ્યુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:22 pm IST)