Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

વિરપુરના અપહરણના ગુન્હામાં વોન્ટેડ સુરેશ સોલંકી પકડાયો

રેન્જના નાસતા ફરતા સ્કવોડે ભાવનગર પંથકમાંથી દબોચી લીધો : ભોગ બનનાર સગીરા પણ મળી આવી

રાજકોટ, તા.૧૪ : વિરપુર પોલીસ મથકના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જના નાસતા ફરતા સ્કવોડે ઝડપી લીધો હતો.

રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જના ડીઆઇજીપી સંદીપસિંહની સુચના અન્વયે સ્પેશીયલ સ્કવોડના પો.સ.ઇ. જે.એસ. ડલા તથા સ્ટાફના રૂપકબહાદુર બહોરા, કરશનભાઇ કલોતરા અને ડ્રા.સમીરભાઇએ વીરપુર ગામેથી સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપી સુરેશ ચોથાભાઇ સોલંકી રહે. વીરપુર વાળો હાલ ભોગ બનનાર સાથે ઉજવળા સ્ટેશન તા. ઉમરાળા જી. ભાવનગર ખાતે હોવાની મળેલ હકીકત આધારે ત્યાંથી પકડી પાડી હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ ૧૯ અંગેની પ્રાથમિક મેડીકલ તપાસણી કરાવડાવી વીરપુર પો.સ્ટે. ખાતે આરોપી તથા ભોગ બનનારને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે.

(4:11 pm IST)