Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના ૪ કેસ

તાલાલાના હડમતીયા અને ઉના તાલુકાના સીમર ગામના દર્દીઓને સારવાર માટે હોસ્‍પીટલમાં ખસેડાયા

વેરાવળ, તા. ૧૪ :. ગીર સોમનાથ જિલ્લાના કોરોનાના આજે ૪ કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગામે બે પુરૂષ અને એક સ્‍ત્રીને શંકાસ્‍પદ કોરોનાના લક્ષણો સાથે હોસ્‍પીટલમાં સારવારમાં ખસેડવામાં આવ્‍યા હતા. જે તમામના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા વેરાવળની હોસ્‍પીટલમાં ખસેડેલ છે.

જ્‍યારે ઉના તાલુકાના નવાબંદર ગામમાં આવેલ એક વ્‍યકિતને કોરોના પોઝીટીવ આવતા તેમને પણ વેરાવળની હોસ્‍પીટલમાં ખસેડેલ છે. આ તમામ દર્દીઓ મુંબઈ, સુરત અને અમદાવાદથી ગીર સોમનાથ જિલ્લામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યુ છે. હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં ૧૯ દર્દીઓ વેરાવળની હોસ્‍પીટલમાં સારવારમાં છે.

અત્‍યાર સુધીમાં કોરોનાના ગીર સોમનાથ જિલ્લામાં ૨૨ કેસ નોંધાયા છે. જેમાં ૩ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે.

(3:30 pm IST)