Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સુરતથી સાણથલી બસના પેસેન્જરોને જસદણ ઉતારી દેતા પેસેન્જરો તડકે શેકાયા

સાણથલીની ટીકીટ હોવા છતાં જસદણ ઉતારી ડ્રાયવરે આડોડાઇ કરી પોતાને જસદણ સુધીની જ ટ્રીપ હોવાનું જણાવેલ. : અંતે પેસેન્જરોએ ખાનગી વાહનના સહારે સાણથલી પહોંચવું પડયું.

આટકોટ તા. ૧૪: સુરતથી જસદણ તાલુકાના સાણથલી ગામે આવેલા ૧૭ પેસેન્જરો તડકામાં એસ.ટી. તંત્રની આડોડાઇને લીધે હેરાન થયા હતાં.

જસદણ તાલુકાના સાણથલી ગામે આવવા સુરત રહેતા પરિવારજનોએ સુરતથી એસ.ટી. બસમાં સાણથલી આવવા બુકીંગ કરાવ્યું હતું, જેમાં સુરતથી સાણથલી સ્પષ્ટ લખ્યું હતું.

આમ છતાં ગઇકાલે બપોરે એસ.ટી. બસના ડ્રાઇવરે આ બધા પેસેન્જરોને જસદણ ઉતારી દીધા!!

પેસેન્જરોએ ઘણી દલીલ કરી કે અમારી પાસે ટીકિટ છે તેમાં સાણથલી સુધી લખેલું છે આમ છતાં બધાને ધોમ-ધખતા તાપમાં જસદણ ઉતારી દેવામાં આવ્યાં.

ડ્રાઇવર એવું કહેતા હતા કે મને જસદણ સુધી જ આવવાની સુચના છે.

(1:27 pm IST)