Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ફિલીપાઇન્સથી ૧૪ વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફર્યા : તમામને કોરોન્ટાઇન કરાયા

મોરબી તા. ૧૪ : મૂળ મોરબી જીલ્લાના વતની અને ફિલીપાઈન્સમાં રહીને અભ્યાસ કરતા ૧૪ વિધાર્થીઓ પોતાના વતન પરતા ફરતા તેને જોધપર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં કોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે. આ છાત્રોને ૧૪ દિવસ અહીં રાખીને બાદમાં પોતાના ઘરે જવા દેવામાં આવનાર છે.

સરકારના આદેશ પ્રમાણે જે વિદ્યાર્થીઓ વિદેશથી પોતાના વતન આવી રહ્યા છે. તેઓને નજીકના જિલ્લામાં કવોરોન્ટાઇન ફેસેલિટીમાં રાખવામાં આવી રહ્યા છે. જેથી મોરબી જીલ્લાના ૧૪ વિદ્યાર્થીઓ ફિલીપાઈન્સથી પરત ફરતા તેઓને મોરબીના જોધપર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં કોરોન્ટાઈલ કરવામાં આવ્યા છે આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના મેડીકલના વિદ્યાર્થીઓ છે.

આ ૧૪ વિદ્યાર્થીઓ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં.જયાંથી તેઓને પોતાની પસંદગી મુજબ મોરબી લઈ આવવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓને ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ થયે પોતાના વતન મોકલી દેવામાં આવશે. તેમ આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું હતુ.(

(1:26 pm IST)