Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જેતપુરમાંથી ૧૬૦૦ શ્રમીકો માદરે વતન જવા રવાના

તમામ કારીગરોનું ભાડુ કારખાનેદારોએ ચુકવી માનવતા દર્શાવી

જેતપુર તા. ૧૪ : શહેરના સાડી ઉદ્યોગના કારણે રોજીરોટી કમાવવા પરપ્રાંતથી ર૦ થી રપ હજાર જેટલા શ્રમીકો શહેરમાં આવી કામકાજ કરે છે. સરકાર દ્વારા કોરોના વાયરસ ન ફેલાય માટે રાતોરાત લોકડાઉન જાહેર કરતા લોકો જે તે જગ્યાએ ફસાઇ ગયેલ શહેરમાં યુપી બિહાર ઝારખંડ, એમપીના શ્રમીકો ફસાયા હોય સરકારે તેઓને પોતાના વતન જવા છુટ અપાતા પરપ્રાંતીય લોકોના ટોળા સરકારી કચેરી ધસી ગયેલ.

આ અંગે યોગ્ય વ્યવસ્થા કરી ડાઇંગ એશોસીયનને દરમ્યાનગીરી કરવા જણાવતા તમામ શ્રમીકોની જુદી જુદી યાદીઓ બનાવવામાં આવેલ જે અંતર્ગત ગઇ કાલે મધ્ય પ્રદેશના શ્રમીકોને મોકલવાનો વારો હોય ૧૬૦૦ શ્રમીકોને જુદા-જુદા ચાર સ્થળોએથી બસ દ્વારા રાજકોટ રવાના કરવામાં આવેલ ત્યાંથી ટ્રેઇન મારફત પોતાના વતન ભણી રવાના થશે.

તમામ શ્રમીકોની આરોગ્ય તપાસણી કરી ડાઇંગ એશો દ્વારા તેઓને રસ્તામાં પાણી તેમજ નાસ્તાની સગવડ કરી આપવામાં આવેલ તેઓનું ટીકીટ ભાડુ કારખાનેદારોએ ચુકવ્યું હતું.

આગામી સમય બે તબકકામાં ૧૬૦૦-૧૬૦૦ શ્રમીકોને ટ્રેઇન મારફત રવાના કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના કારખાનેદારોની  સ્થિતી કફોડી બની છે. કેમ કે લોકડાઉનના પ૦ દિવસ સુધી પોતાના કારખાનાઓમાં રહેતા શ્રમીકોને પગાર તેમજ રાશનની વ્યવસ્થા કરી આપેલ હવે જયારે કારખાના શરૂ કરવાનો સમય આવ્યો ત્યારે તે લોકો પોતાના વતન જવા રવાના થતા કારીગરોની અછત વર્તાશે.(

(1:24 pm IST)