Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

સાવરકુંડલાઃ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા પ્રવાસીઓ માટે રસોડું

સાવરકુંડલાઃભોરિંગડા ચેકપોસ્ટ ખાતે સાવરકુંડલા લિલિયાના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સુરત, અમદાવાદ, વડોદરાથી વતન આવતા લોકો માટે ચાલુ કરવામાં આવેલ રસોડાની મુલાકાતે રાજુલાના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર, સાથે દેવચંદભાઈ કપોપરા, મહેશભાઈ સુદાણી, જીગ્નેશ ગળથીયા (GTPL), વી.વી.વાઘસિયા, કમલેશ કાનાણી રૂબરૂ પધારી રસોડાની મુલાકાત કરી અને વતનમાં આવતા સર્વે મુસાફરો માટે રસોડામાં ઉભી કરેલ વ્યવસ્થાને રૂબરૂ નિહાળી લોકો માટેઙ્ગ ચા, પાણી, શરબત, નાસ્તો, જમવાની વ્યવસ્થા તેમજ સાથે સાથે નાના બાળકો માટે ઘોડિયા ઘરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે જોઈને સૌ કોઈ મહેમાનો આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા અને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતની માનવધર્મ અને સદાવ્રત સેવાને અભિનંદન પાઠવ્યા અને તેમની યુવા કાર્યકરોની ટીમને ખૂબ ખૂબ આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી. સાવરકુંડલા)

(1:20 pm IST)