Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડીડીટી છંટકાવ-સેનેટાઇઝેશન

જામનગરઃકોરોનાની મહામારી વચ્ચે જામનગર શહેર તેમજ આસપાસના ગામડાઓમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી અનાજ - કરીયાણું જેવી વસ્તુઓ જથ્થાબંધ તેમજ છુટક ખરીદી કરવા માટે શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વેપારીઓ તેમજ શહેરીજનો આવતા હોય છે . ત્યારે આ વિસ્તારમાં વેપારીઓ તેમજ શહેરીજનોની સુરક્ષા માટે સમગ્ર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સમુહ સફાઇ , ડીડીટી છંટકાવ , સેનીટાઇઝેશનની કામગીરી કરાવવા અંગે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારી મેયર હસમુખભાઇ જેઠવા , ડે . મેયર કરશનભાઈ કરમુર , સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી , શાસકપક્ષ નેતા દિવ્યેશભાઈ અકબરી , શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા સહિતના અગ્રણીઓ દ્વારા સુચન આવતા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દ્વારા સોલીડ વેસ્ટ શાખાના અધિકારી તા.૧૩-૦૫-૨૦૨૦ના રોજ સુચના આપવામાં આવી હતી. જે મુજબ આજે ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં સમુહ સફાઇ ડીડીટી છંટકાવ , સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી . આ સમયે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોષી , વેપારી અગ્રણી રમેશભાઈ દત્ત્।ાણી , જામનગર મહાનગરપાલિકાના અધિકારી મુકેશ વરણવા તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર.)

(1:19 pm IST)