Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગરમાં જાહેરમાં ગપ્પા મારતા શખ્સો ડ્રોન કેમેરામાં ઝડપાતા પગલા

જામનગર તા. ૧૪ :.. પોલીસ અધિક્ષક શ્રી શરદ સિંધલ દ્વારા એલ. સી. બી.ના પોલીસ ઇન્સ. કે. કે. ગોહીલ તથા પો. સબ. ઇન્સ. આર. બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફને જાહેરમાં વધુ માણસો એકઠા ન થાય, તે માટે ડ્રોન કેમેરાથી નજર રાખવા સુચના આપેલ છે.

જામનગર શહેરમાં અલગ - અલગ વિસ્તારમાંથી નીચે મુજબના સ્થળેથી આરોપીઓને ડ્રોન કેમેરાની મદદથી, જીલ્લા મેજી. શ્રીના જાહેરનામાં ભંગ કરી જાહેરમાં નિકળતા તમામ વિરૂધ્ધ ઇ. પી. કો. કલમ ર૬૯,૧૮૮ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અકટ સને ર૦૦પ ના કાયદાની કલમ-પ૧ (બી) મુજબ એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, દિલીપભાઇ તલાવડીયા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ બી. જાડેજા, ખીમભાઇ  ભોચીયા, લાભુભાઇ ગઢવી, વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલનાઓએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આધારે પોલીસ ઇન્સ. કે. કે. ગોહીલ તથા પો. સબ ઇન્સ. આર. બી. ગોજીયાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

જે આરોપી સામે કાર્યવાહી કરેલ છે તેમાં અંબીકા ડેરી પાસ જાહેરમાં ઉભા રહતા વિક્રમ જગતસિંગ બોરા, રવિ માનબહાદુર બોરા, જગતબહાદુર રંગબહાદુર બોરા, અમરબહાદુર પ્રેમસંગ ધાન રહે બધા તેમજ જામનગર.

પંચેશ્વર ટાવર પાસે જાહેરમાં ગપ્પા મારતા અશ્વિનભાઇ રમણીકલાલ ત્રિવેદી, મીલનભાઇ રાજેન્દ્રભાઇ ભટ્ટ, પ્રકાશભાઇ રમણીકલાલ ફલીયા, રાજુભાઇ સુરાભાઇ જાદવ, રાજુભાઇ રતિલાલ કારઠા, તથા દિલીપભાઇ જીવાભાઇ પરમાર રહે. બધા જામનગર તથા દી. પ્લોટ શેરી નં. ૬૪ ના જાહેરમાં ભેગા થતા જગદીશભાઇ રૂપચંદભાઇ પારવાણી, અજય ઘનશ્યામભાઇ દુલાણી, ઇન્દ્રકુમાર પરમાણંદભાઇ ધીરવાણી, નરેશ ગુલરાજભાઇ દુલાણી, મુકેશભાઇ ગુલરાજભાઇ દુલાણી, રહે. રવિભાઇ મણીભાઇ પરમાર, બધા જામનગર સામે ગુન્હો દાખલ કરેલ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ. કે. કે. ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ. આર.બી. ગોજીયા તથા એલ. સી. બી. સ્ટાફના જયુભા ઝાલા, અશ્વિનભાઇ ગંધા, સંજયસિંહ વાળા, દિલીપ તલવાડીયા, ભરતભાઇ પટેલ, હરપાલસિંહ સોઢા, ફીરોઝભાઇ દલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, અશોકભાઇ સોલંકી, હીરેનભાઇ વરણવા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, મીતેશભાઇ પટેલ, લાભુભાઇ ગઢવી, ખીમાભાઇ ભોચીયા, નિર્મળસિંહ એસ. જાડેજા બળવંતસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:17 pm IST)