Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

નરેન્દ્રભાઇના માર્ગદર્શનમાં નાણામંત્રીએ જાહેર કરેલ પેકેજ ભારત માટે મજબુત કદમઃ પૂનમબેન માડમ

જામનગર તા. ૧૪: વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના બહુમુલ્ય માર્ગદર્શન હેઠળ નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજીએ જાહેર કરેલા ખાસ પેકેજને આત્મનિર્ભર ભારત માટે મજબૂત કદમ સમાન ગણાવી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ ઉમેર્યુ છે કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ જે નિર્દેશ આપ્યા હતા તે મુજબનું આ પેકેજ અર્થતંત્રમાં નવા પ્રાણ સંચાર કરનારૂ અને રાષ્ટ્રની વિકાસયાત્રાને ગતીશીલતા આપનારૂ બની રહેશે. આવા દુરંદેશી ભર્યા કેન્દ્ર સરકારશ્રીના અભિગમને રાષ્ટ્ર માટે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ આશિર્વાદરૂપ ગણાવ્યું છે અને વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમનજીનો ખાસ આભાર વ્યકત કર્યો છે

કોવિડ-૧૯ સામેના જંગમાં 'આત્મનિર્ભર ભારત અભિયાન'સાર્થક કરવા વડાપ્રધાનશ્રીની દીર્ધ દ્રષ્ટિથી બનાવાયેલા રોડ મેપના સારા પરિણામો આગામી દિવસોમાં મળશે કેમકે આ પેકેજથી રાષ્ટ્રની વિકાસયાત્રાને ગતિ મળશે જે માટે વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમનજીનો સંસદસભ્યશ્રી પૂનમબેન માડમને આભાર વ્યકત કર્યો છે

અને ઉમેર્યુ છે કે સુક્ષ્મ-લદ્યુ-મધ્યમ ઉદ્યોગો સહિત દરેક ક્ષેત્ર માટે ખાસ સહાય પેકેજ ઉપરાંત કર રાહત અને કર માળખા માટે નવી યોજનાઓ, કોન્ટ્રાકટ ક્ષેત્રની છુટછાટો, રેરા અંતર્ગત વિવિધ આકર્ષક ટાઇમ લાઇન, ઉત્પાદન ક્ષેત્રને લોન સહિતના પ્રોત્સાહન અને ઉદ્યોગોના કેડરમાં મર્યાદા વધારો, વીજક્ષેત્રમાં જંગી ફાળવણી,સ્થાનિક સેવાઓ અને ઉત્પાદનોનું વધુ મહત્વ વગેરે અનેક મહત્વપુર્ણ બાબતો ધંધા-ઉદ્યોગ-રોજગાર- અને સ્વાવલંબન ક્ષેત્રે રાષ્ટ્રને વિકાસની હરણફાળ સાથે સાથે આત્મનિર્ભર બનાવવા માટે અનેક પ્રકારની કર માળખાઓની સુવિધાઓ સાથે ખુબ ઉપયોગી પુરવાર થનાર હોઇ સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના બહુમુલ્ય દિશાસુચન અને નિર્દેશ માટે તેમજ તેના ઉપરથી સમગ્ર પેકેજ રીફોર્મ કરવા માટે નાણામંત્રીશ્રી નિર્મલા સીતારમનજીનો ફરીથી આભાર વ્યકત કર્યો છે.(

(1:16 pm IST)