Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

જામનગરના ઉદ્યોગોને રાહત પેકેજથી પ્રોત્સાહન મળશેઃ રાજયમંત્રી જાડેજા

જામનગર તા.૧૪ : હાલમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને  લોકડાઉનના સમયે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આતમનિર્ભર ભારત માટે છે.ર૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરાયું હતું. જેને રાજયના મંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ આવકારીને આભારની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે આ રાહત પેકેજ હાલના સમય માટે જન કલ્યાણકારી અને લઘુ અને કુટીર ઉદ્યોગોને માટે ગતિશીલતા લાવતુ બનશે.

કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારામન દ્વારા કોવીડ-૧૯ના રાહત પેકેજ સંપુર્ણ બેકઅપ આપતું બનશે જે અંગે ૧પ પગલાઓની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ માટે૬ મહત્વના મુદાઓની જાહેરાત કરી હતી. ૪પ લાખ એમ.એસ.એમ.ઇ.ને ૪પ લાખનો લાભ મળશે. એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને કોઇપણ ગેરેન્ટી વગર લોન મળશે. ૧ વર્ષ સુધી આવા યુનિટોએ હપ્તા નહઅી ભરવા પડે. માઇક્રો યુનિટમાં ૧ કરોડનું રોકાણ અને પ કરોડનુંટર્ન ઓવર, લઘુ ઉદ્યોગો માટે છે.૧૦ કરોડનું રોકાણ પ૦ કરોડનું ટર્ન ઓવર તેમજ લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં ઇ-માર્કેટ સામે જોડવામાં આવશે. ૮ કરોડ કુટુંબોને ૩ મહિના સુધી મફત ગેસ આપવાની જાહેરાત કરી છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે ખુબ જ આર્શિવાદ રૂપ બનશે.

ઇનકમટેકસ રિર્ટનની તા.૩૦ જુન સુધી લંબાવાઇ છે. ૩ મહિના સુધી એ.ટી.એમ.માંથી રોકડા ઉપાડવાની મર્યાદા હટાવાય છે. આ ઉપરાંત કન્સ્ટ્રકશન કંપનીઓને ૬ મહિનાઓ સુધી રાહત અપાશે. ટેકસ ઓડીટની તારીખ લંબાવીને ૩૧ ઓકટોબર ર૦ર૦ કરાઇ છે. ૭ર લાખ કર્મચારીઓને ઇ-પી.એફ.માં રાહત, તેમજ રોડ રેલવે રસ્તાના કામ કરતી કંપનીઓને રાહત બિલ્ડરોને પ્રોેજેકટ પુરા કરવા માટે સમય આપવાની જાહેરાત કરી છે. સામાન્યઅ ને ગરીબ વર્ગ માટે ખાસ મહત્વની જાહેરાત એ કરી હતી કે ૧પ હજારથી ઓછા પગાર ધારકોને સહકારી સહાયતા આ ઉપરાંત પગારના ર૪ ટકા પીએફની રકમ સરકાર જમા કરશે.

આ કેન્દ્રીય નાણામંત્રી જાહેરાતથી જામનગરના ઉદ્યોગોને માટે પણ લાભ કરતા બનશે તેવો આાશાવાદ રાજયકક્ષાના મંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા (હકુભા)એ કરી આવકારેલ છે.

(1:15 pm IST)